Video: જંગલના રાજા સિંહ પર જ્યારે ભડક્યું કૂતરું
સિંહણ અને સિંહણ તો ઠીક સામે એક સામાન્ય કૂતરો છે. એક સામાન્ય કૂતરાએ બે કદાવર જાનવરો સામે કઇ રીતે ઝીંક ઝીલી એ જોવું ખરેખર રસપ્રદ છે. કૂતરાના ગુસ્સા સામે બંને મહાકાય પ્રાણીઓ પીછેહઠ કરતા જોવા મળે છે.
સોશ્યલ મીડિયા એવી જગ્યા છે, જ્યાં તમને કંઇ ને કંઇ અવનવું મળી આવે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક સિંહ, સિંહણ અને કૂતરાની લડાઇ જોવા મળી રહી છે. જી હા, સિંહણ અને સિંહણ તો ઠીક સામે એક સામાન્ય કૂતરો છે. તમને થશે કે, સિંહ કે સિંહણ સાથે કૂતરાનો વળી શું મુકાબલો? એમનું ચાલે તો તરત કૂતરને ફાડી ખાય, પરંતુ અહીં પરિસ્થિતિ જરા અલગ છે. એક સામાન્ય કૂતરાએ બે કદાવર જાનવરો સામે કઇ રીતે ઝીંક ઝીલી એ જોવું ખરેખર રસપ્રદ છે. કૂતરાના ગુસ્સા સામે બંને મહાકાય પ્રાણીઓ પીછેહઠ કરતા જોવા મળે છે.

આ વીડિયોમાં એક ખુલ્લા મેદાનમાં કૂતરો પહેલા સિંહણ પર અને પછી સિંહ પર તરાપ મારવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. રોષે ભરાયેલ કૂતરો બંને પ્રાણીઓ સામે સતત ભસી રહ્યો છે અને જ્યારે તેમની પર તરાપ મારવા જાય છે ત્યારે સિંહ અને સિંહણ પોતાના બચાવ માટે થોડા પાછળ ખસી જાય છે. સિંહ પર તો કૂતરું એક-બે વાર નહીં અનેક વાર તરાપ મારવાનો પ્રયત્ન કરે છે અને આખરે થાકીને ભસતુ-ભસતુ જ દૂર જતું રહે છે. પૂરો વિશ્વાસ કરવા માટે તમારે આ અનોખો વીડિયો જોવો જ રહ્યો! આ વીડિયો R.m.Sapariya નામના યૂઝરે ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.
36" ની છાતી આને કહેવાય 👇😀 pic.twitter.com/oMDuCqUcqW
— R.m.Sapariya (@rms96301652) January 10, 2018












Click it and Unblock the Notifications
