Viral News : પ્રેમની પરિભાષા શું છે? વિકાસ દિવ્યકીર્તિ સરને આપ્યો આવો જવાબ
Viral News : કેટલાક શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે મૂંઝવણમાં ન આવે અને સારા ભવિષ્ય માટે વિવિધ ઉદાહરણો આપીને તેમના વિદ્યાર્થીઓને સમજાવવાનો પૂરો પ્રયાસ કરે છે.
Viral News : ઘણા શિક્ષકો સામાન્ય શિક્ષણ સાથે સાથે જીવનલક્ષી જ્ઞાન પણ આપતા રહે છે. શિક્ષક સારા ભવિષ્ય માટેની શીખ વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવે છે, જેનાથી વિદ્યાર્થીનું કન્ફ્યુઝર સંપૂર્ણ રીતે દૂર થઇ જાય. ઘણીવાર વિદ્યાર્થીઓને એવી વાતો સાથે જોડીને સમજાવે છે કે, વિદ્યાર્થીઓ તેને ક્યારેય ભૂલી શકતા નથી.
આવા જ એક શિક્ષક છે દ્રષ્ટિ IAS કોચિંગના સ્થાપક અને પ્રખ્યાત ઈન્ટરનેટ સેન્સેશન વિકાસ દિવ્યકીર્તિ સર. તેમની અનોખી રીતે શીખવવાના વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિગ રહે છે અને હવે વિકાસ સરની આવી જ એક ક્લિપ વાયરલ થઈ છે, જેમાં વિકાસ સર સાચા પ્રેમનો સાચો અર્થ સમજાવી રહ્યા છે.

લોકપ્રિય શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યો પ્રેમનો અર્થ
વાયરલ વીડિયોમાં વિકાસ સર સાચા પ્રેમની વ્યાખ્યા પોતાની આગવી રીતે સમજાવતા જોવા મળે છે. તેમણે વિદ્યાર્થીઓને સમજાવવા માટેવિવિધ ઉદાહરણો આપ્યા અને તેમના જવાબો ખરેખર નેટીઝન્સના હૃદયને સ્પર્શી ગયા હતા.
આ ક્લિપને UPSC IAS નામની ચેનલદ્વારા YouTube પર શેર કરવામાં આવી છે, જેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 1.51 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.
જુઓ વીડિયો -

વિકાસ સરના વીડિયો પર લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
આ વીડિયો થોડા મહિના પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી, ક્લિપને લગભગ નવ લાખ વખતજોવામાં આવી છે અને હજૂ પણ તેની સંખ્યા સતત વધી રહી છે. નેટીઝન્સે વિકાસ સર અને તેમના શિક્ષણ કૌશલ્યની પ્રશંસા કરી રહ્યા છે.તેમજ લોકોએ કોમેન્ટ બોક્સ પર પોતાના મંતવ્યો રાખ્યા હતા.
વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું હતું કે, સાચો પ્રેમ એ પ્રેમ છે, જે તમારા માતા અને પિતા તમને બતાવે છે. જો તમે તે પ્રેમનો 50 ટકાતમારા સંબંધમાં રિટર્ન કરી શકો છો, તો તમે તમારા જીવનસાથીને ખરેખર પ્રેમ કરો છો.
અન્ય એક યુઝરે લખ્યું હતું કે, જો તમારે પ્રેમનીવ્યાખ્યા જાણવી હોય, તો તમારે ભગવદ ગીતા વાંચવી જોઈએ.












Click it and Unblock the Notifications
