For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: શું 31 મે એ આવશે મહાપ્રલણ? કોણે કરી પૃથ્વીના અંતની વાત?

આ પહેલા અનેક વાર તેની ધારણા અને ભવિષ્યવાણીઓ થઇ ચૂકી છે કે પૃથ્વીનો અંત થશે. હવે આવો જ એક વધુ વીડિયો વાયરલ થયો છે. જુઓ

|
Google Oneindia Gujarati News

અવાર નવાર તમે મહાપ્રલય, પૃથ્વીના અંતની વાત સાંભળી હશે. આ પહેલા પણ અનેક નામી લોકોએ પૃથ્વીના અંતની અને મહાપ્રલયમાં તમામ વસ્તુઓ નાશ થવાની વાત કરી છે. પણ તેમ છતાં આવા અનેક દાવા અને અનેક મોટી મુશ્કેલીઓ પછી પણ પૃથ્વી હજી સુધી સલામત છે. જો કે તેમ છતાં ફરી એક વાર મહાપ્રલયની વાત નીકળી છે. અને જાણકારોનું માનીએ તો આ મહાપ્રલય 10 દિવસ પછી એટલે કે 30મી મેના રોજ જ છે. જાણકારો કહી રહ્યા છે કે આ સમયે પૃથ્વી પર આવશે મહાપ્રલય જેના કારણે પૃથ્વી પર જીવન નષ્ટ થઇ જશે. એટલું જ નહીં આવો જ એક વીડિયો પણ બહાર આવ્યો છે.

world end

યુટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. 13 ઓક્ટોબર 2016ના રોજ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં 31 મે 2017માં મહાપ્રલયની વાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 13 લાખ લોકો આ વીડિયોને જોઇ ચૂક્યા છે. અને વીડિયોના ટાઇટલમાં પણ તેમ કહેવામાં આવ્યું છે કે 31 મેના રોજ પૃથ્વી પર કંઇક મોટું થશે. જે પૃથ્વીનો અંત લાવશે.

ઉલ્લેખનીય છે કે મહાન ભૌતિકવિદ સ્ટીફન હોકિંગે પણ જલવાયુમાં પરિવર્તનની વાત કરી છે. અને સાથે જ પર્યાવરણને બચાવવામાં જો માનવજાત નિષ્ફળ થઇ અને મનુષ્યને બીજી પૃથ્વી ના મળી તો આવનારા 100 વર્ષોમાં આ પૃથ્વી પર રહેવું મુશ્કેલ છે તેવું જણાવ્યું છે. ત્યારે આ વીડિયોની સત્યતા તો નથી ખબર પણ જે ઝડપે આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોતા તમે પણ જુઓ આ વીડિયો.

{promotion-urls}

English summary
A chilling YouTube video claiming that the world will finally come to an end on 31st May 2017 has emerged and not everyone is happy about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X