For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેકોર્ડબુકનો લાડકવાયો બની રહ્યો છે કોહલી

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ઓક્ટોબરઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાની વિસ્ફોટક ઇનિંગના કારણે રેકોર્ડબુકનો લાડકવાયો બની રહ્યો છે. કોહલીએ પાંચ વર્ષની કારકિર્દીમાં અનેક એવા વનડે રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે, જેનાથી દિગ્ગજો પણ દૂર છે. રેકોર્ડનું નામ આવે એટલે આપણા ધ્યાનમાં સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીનું નામ સર્વોચ્ચ સ્થાને આવે. સચિને ક્રિકેટમાં અનેક રેકોર્ડને પોતાના નામે કર્યા છે અને આગામી ભવિષ્યમાં એ રેકોર્ડ તૂટશે તેવી શક્યતા જણાતી નથી, પરંતુ જે રીતે વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી બેટિંગ કરી રહ્યો છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે, વિરાટ કોહલી સચિન દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને પડકાર ફેંકી શકે છે.

કોહલીએ બુધવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સંઘ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા પોતાની કારકિર્દીની 17મી સદી ફટકારી. 17મી સદી માટે કોહલીએ 112 ઇનિંગ રમી છે. કોહલીએ ભારત માટે સૌથી ઝડપી 17 સદી લગાવી છે. આ પહેલા આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલીએ 170 ઇનિંગ રમીને 17 સદી ફટકારી હતી. ગાંગુલી પહેલા સઇદ અનવરે 177 ઇનિંગમાં 17 સદી ફટકારી હતી. જામથામાં 115 રનની અણનમ ઇનિંગ રમતી વખતે કોહલીએ પોતાની આ ઇનિંગમાં જ્યારે 82 રનનો આંક પાર કર્યો ત્યારે તેણે 2013 કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પૂરા કરી લીધા હતા.

ભારત માટે સૌથી ઝડપી 17 સદી

ભારત માટે સૌથી ઝડપી 17 સદી

કોહલીએ ભારત માટે સૌથી ઝડપી 17 સદી લગાવી છે. આ પહેલા આ રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલીએ 170 ઇનિંગ રમીને 17 સદી ફટકારી હતી.

ત્રણ કેલેન્ડર વર્ષમાં હજાર રન કરનાર ચોથો ખેલાડી

ત્રણ કેલેન્ડર વર્ષમાં હજાર રન કરનાર ચોથો ખેલાડી

વિરાટ કોહલી સતત ત્રણ કેલેન્ડર વર્ષણાં એક હજાર રન બનાવી ચૂક્યો છે. ગાંગુલી(1997-2000), સચિન તેંડુલકર(1996-98) અને ધોની(2007-09) બાદ કોહલી સતત ત્રણ કેલેન્ડર વર્ષમાં એક હજાર રન બનાવનાર ચોથો ભારતીય બની ગયો છે.

સતત બે વાર ઝડપી સદી

સતત બે વાર ઝડપી સદી

કોહલીએ પોતાની 17મી સદી 61 બોલમાં પૂર્ણ કરી. તે વિરેન્દ્ર સેહવાગના 60 બોલમાં સદી ફટકારવાના રેકોર્ડને 15 દિવસમાં બીજી વાર તોડતો જોવા મળ્યો. આ પહેલા શ્રેણીની બીજી મેચમાં કોહલીએ ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કોહલીની લક્ષ્યનો પીછો કરતી 11 સદીમાં ભારતનો વિજય

કોહલીની લક્ષ્યનો પીછો કરતી 11 સદીમાં ભારતનો વિજય

કોહલીએ લક્ષ્યનો પીછો કરતા અત્યારસુધી 11 સદી લગાવી છે. વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેઇલ અને કોહલી હાલ એક પ્લેટફોર્મ પર છે. માત્ર સચિન તેંડુલકરે લક્ષ્યનો પીછો કરતા સર્વાધિક 17 સદી લગાવી છે. કોહલીના તમામ 11 સદીઓમાં ભારત જીત્યું છે. તેથી માત્ર સચિન(14) જ કોહલી કરતા આગળ છે.

11માંથી 5 સદીમાં 300થી વધુના લક્ષ્યનો પીછો

11માંથી 5 સદીમાં 300થી વધુના લક્ષ્યનો પીછો

કોહલીની 11 સદીમાંથી પાંચ સદી એવી છે, જે તેણે 300થી વધુના લક્ષ્યનો પીછો કરતા લગાવી છે. કોહલી વિશ્વના એકમાત્ર એવા બેટ્સમેન છે, જેમણે બે અવસરોમાં પાંચ ઇનિંગમાં 50થી વધુ રનની ઇનિંગ રમી છે. ગત પાંચ ઇનિંગમાં કોહલીએ 68 અણનમ, 100 અણનમ, 68 અણનમ અને 115 અણનમ છે. આ પહેલા 28 ફેબ્રુઆરીથી 21 જુલાઇ 2012 વચ્ચે કોહલીએ પાંચ ઇનિંગમાં ચાર સદી અને 66 રન બનાવ્યા હતા.

English summary
Virat Kohli became the only player in the history of One day International (ODI) cricket to score five or more consecutive 50 plus scores. He achieved this feat in the sixth ODI against Australia at Nagpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X