રૂપનો ઉપયોગ કર્યા વિના છોકરાઓને કેવી રીતે કરશો આકર્ષિત
તે વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા જેમાં તમે રસ ધરાવતા હોવ, ત્યારે વધુ જટિલ બની જાય છે જ્યારે તમારે તમારા રૂપનો ઉપયોગ કરવાનો ન હોય. રૂપ જ બધુ હોતું નથી અને વ્યક્તિત્વ રૂપથી ઘણું વધારે હોય છે. જો કે પુરૂષો રૂપને મહત્વ આપે છે અને મોટાભાગના એમ માને છે કે એક સ્ત્રીનું વ્યક્તિત્વ તેના ચહેરા અને શરીર સાથે જોડાયેલું હોય છે.
જો તમે એક સારા છોકરાને જુઓ છો, પરંતુ તમને લાગે છે કે તમે એટલા સુંદર લાગતા નથી કે તે પણ તમને પસંદ કરવા લાગે તો તમે આ સાત ઉપાયોનો ઉપયોગ કરી એક પુરૂષને રૂપ સિવાય પણ તમારી તરફ આકર્ષિત કરી શકો છો.

તેને નજર અંદાજ ન કરો
તે જગ્યાએ જવાનું ટાળશો નહી જ્યાં તે વધુ સમય પસાર કરતો હોય. ઉદાહરણ તરીકે જો તે કેફેમાં કામ કરે છે, તો તે કેફેમાં જાવ જેથી તે તમારી તરફ આકર્ષિત થશે. કેફેમાં જરૂરિયાતથી વધુ ન જાવ કારણ કે આમ કરવાથી તે તમને ચિપકુ સમજવા લાગશે અને તે તમારીથી દૂર પણ જઇ શકે છે.

તેની તરફ ધ્યાન આપો
તેનો મતલબ એ નથી કે તમે તેના ઉપર પ્રશંસાનો વરસાદ કરો. પરંતુ થોડી પ્રશંસા એ વ્યક્ત કરવા માટે પૂરતી છે કે તમે તેનામાં રસ ધરાવો છો. જો તે પુરૂષ તમારી સામેથી પસાર થાય તો તેના પર ધ્યાન આપો. જો તમારામાં એટલી ક્ષમતા નથી કે તમે વાત શરૂ કરી શકો તો આંખોથી સંપર્ક કરો અને એક સુંદર અને મીઠી સ્માઇલ આપો.

આત્મવિશ્વાસ રાખો
બધા જાણે છે કે તમે જેને પસંદ કરો છો તેની સાથે વાત કરવામાં થોડી ગભરાહટ થાય છે. પુરૂષ તે મહિલાઓની તરફ ખેંચાતા જાય છે જે મહિલાઓ આ જાણતી નથી કે તે શું કરી રહી છે. તમારા રૂપ ઉપરાંત તમારો આત્મવિશ્વાસ તે પુરૂષને તમારી તરફ આકર્ષિત કરશે જેને તમે પસંદ કરો છો.

તમે જેવા છો તેવા રહો
તમે દરેક પરિસ્થિતીમાં જેવા છો તેવા જ રહો અને તે પણ ત્યારે જ્યારે તે પુરૂષને રૂપ વિના પોતાની તરફ આકર્ષિત કરવા માંગતી હોય. જો તમે કોઇ વિશેષ પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા પોતાની શોખ વિશે વાત કરી રહ્યાં છો તો તેને બતાવવામાં ડરશો નહી. એવા બનવાનો પ્રયત્ન ના કરશો જે તમે નથી. આ તમને કોઇ લાભ પહોંચાડશે નહી. તમે એવા જ રહો જેવા છો અને તમને તેમનું ધ્યાન જરૂર મળશે.

મિત્રતાભર્યો વ્યવહાર રાખો
જો તમે તે પુરૂષની પાસે વાત કરવા જઇ શકતા નથી તો તેની આસપાસના લોકો સાથે વાત કરો. જો તે તમને બોલતા સાંભળતો નથી તો તમે તેને સુંદર ચહેરા અને શરીર સિવાય પોતાની વાતોથી આકર્ષિત કરવામાં સક્ષમ નથી. જ્યારે તે તમારી આસપાસ હોય ત્યારે બીજા પ્રત્યે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. તે એ જરૂર જોશે કે તમારું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર છે. તે તમારી સાથે વાત કરી શકે છે અને એટલું જ નહી તમને બહાર લઇ જવા માટે પણ પૂછી શકે છે.

હસો
પુરૂષ તે મહિલાઓની સાથે રહેવા માંગે છે જે ખુશ રહેતી હોય અને જેમને જીંદગી જીવવાનો અંદાજ ખબર હોય. જો એક પુરૂષ તમને કોઇ રસપ્રદ વાત પર હસતાં જુએ છે, તો તે એ જુએ છે કે તમે મજેદાર વ્યક્તિ છો તો તે પોતે તમારી સાથે વાત કરવા માટે આવી શકે છે. તમારી હસી પણ તેને પ્રભાવિત કરી શકે છે.

સુગંધિત પરફ્યૂમ લગાવો
અંતે કોઇપણ પુરૂષને જો તમે તમારા રૂપ સિવાય પણ આકર્ષિત કરવા માંગો છો તો સુગંધિત પરફ્યૂમ લગાવો જે તેમનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરે. જો તેમને સુગંદ પસંદ આવી તો ભવિષ્યમાં જ્યારે તેને સુગંધ આવશે તો તેને તમારી યાદ જરૂર આવશે. કોઇપણ પુરૂષના મન પર છવાયેલા રહેવા માટે આ એક અસરકારક રીત છે અને તે પણ ત્યારે જ્યારે તમે આસપાસ ના હોવ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
