ઘર પર ક્રિસમસ ટ્રી લગાવવાથી દૂર થાય છે આ વાસ્તુ દોષ
ઘર પર ક્રિસમસ ટ્રી લગાવવાથી દૂર થાય છે આ વાસ્તુ દોષ
દર વર્ષે 25 ડિસેમ્બરે ઈસા મસાઈ મસીહાના જન્મ દિવસના રૂપે ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મનો આ સૌથી મોટો તહેવાર હોય છે. આ અવસર પર દરેક ઘરમાં ક્રિસમસ ટ્રી સજાવવામાં આવે છે. જૂના જમાનાથી જ આ અવસર પર ક્રિસમસ ટ્રીને ખાસ કરીને સજાવવામાં આવે છે. આમ તો ક્રિસમસ ટ્રીને લઈને કેટલીય માન્યતાઓ પ્રચલિત છે. ક્રિસમસના અવસર પર ફુગ્ગા, ચોકલેટ્સ, કેન્ડી, લાઈટ્સ, રિબિન વગેરે વસ્તુઓથી ઘર સજાવવામાં આવે છે. જો કે આ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કરવાની રીતથી વાસ્તુ દોષ દૂર થાય છે.

ક્રિસમસ ટ્રી જરૂર લગાવો
ક્રિસમસ પર પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રી જરૂર લગાવો અને તેની સારી રીતે સજાવટ કરો. માન્યતા છે કે ક્રિસમસ ટ્રીને ડેકોર કરવાથી ભાગ્ય પૂરું સાથ આપે છે અને ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.

વાસ્તુ દોષ દૂર થાય
ત્રિકોણી આકારના ક્રિસમસ ટ્રી અગ્નિનું પ્રતિક હોય છે અને ધરતી પર અગ્નિ દરેક વસ્તુને જીવનદાન પ્રદાન કરવા માટે સક્ષમ છે.

તણાવ દૂર થઈ જાય
માન્યતા છે કે ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવવાથી જીવનમાંથી દરેક પ્રકારનો તણાવ દૂર થઈ જાય છે. ક્રિસમસ ટ્રી પર લાગેલ નાનો સાંતા ક્લૉઝ જીનમાં નાની-નાની ચીજોથી મળતી ખુશીઓનો અહેસાસ કરાવે છે.

ક્રિસમસ ટ્રીની સજાવટ
એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રીની સજાવટ કરવા માટે તેના પર સ્ટાર લગાવવામાં આવે છે, જે જીવનનાં અંધારાં દૂર કરી રોશની ભરવાની આશા પેદા કરે છે.

રંગ-બેરંગી ગિફ્ટ
ક્રિસમસ ટ્રી પર ટાંગેલ રંગ-બેરંગી ગિફ્ટ બૉક્સ ઘરમાં ખુશહાલ માહોલ અને સકારાત્મક ઉર્જા પેદા કરે છે. કેટલાક લોકો ટ્રી પર ઘંટડી પણ ટાંગે છે. ફેંગશુઈના અનુસાર ઘંટડીનો અવાજ બહુ અસરદાર હોય છે અને આનાથી ખરાબ આત્માઓ અને નેગેટિવ એનર્જી દર ભાગે છે.

લાલ રંગના રિબિનમાં બાંધેલ ત્રણ સિક્કા
ક્રિસમસ ટ્રી પર હંમેશા લાલ રંગના રિબિનમાં બાંધેલ ત્રણ સિક્કા લટકાવવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી અને ઘરમાં ધનની વૃદ્ધિ યથાવત રહે છે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
