શું છે CrowdStrike? જાણો કેમ તેના કારણે દુનિયાભરમાં લાખો Windows Computer ઠપ્પ થયા?
કોમ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝનું સર્વર ઠપ્પ થવાને કારણે દુનિયાભરના લાખો કોમ્પ્યુટર ઠપ્પ થયા છે. આમ થવા પાછળના એક કારણ તરીકે CrowdStrike હોવાનું કહેવાય છે.
માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે તમામ પ્રકારની નેટવર્કિંગ સિસ્ટમ પ્રભાવિત થઈ છે. આ આઉટેજ માટે ક્રાઉડસ્ટ્રાઈક પણ એક કારણ છે. CrowdStrike એક અમેરિકન સુરક્ષા ફર્મ છે.

અહેવાલો અનુસાર, આ ફર્મ માઈક્રોસોફ્ટ સાથે મળીને કામ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, CrowdStrikeમાં અપડેટને કારણે સમગ્ર વિશ્વમાં PC અને લેપટોપ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેમાં BSOD એરર આવી રહી છે.
અહેવાલો અનુસાર, ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોમાં આ આઉટેજ જોવા મળી રહ્યો છે. સરળ શબ્દોમાં સમજીએ તો વિશ્વભરની કંપનીઓ CrowdStrike નો ઉપયોગ કરી રહી છે.
અહેવાલો અનુસાર, CrowdStrikeનું સર્વર ક્રેશ થયું છે. જેના કારણે માઇક્રોસોફ્ટ પર તેની ભારે અસર પડી છે. ક્રાઉડસ્ટ્રાઈકના સર્વરમાં ક્રેશ થવાથી સૌથી વધુ અસર માઈક્રોસોફ્ટને થઈ છે. તેના વિન્ડોઝ કોમ્પ્યુટરો પ્રભાવિત થયા છે. મોટી સંખ્યામાં લોકો પીસી-લેપટોપનો ઉપયોગ કરી શકતા નથી. લોકો રિકવરી મોડમાં ઉપયોગ કરી રહ્યા છે જે BSOD એરર તરીકે ઓળખાય છે.
સર્વર એ સિસ્ટમનો એક પ્રકાર છે જે નેટવર્ક દ્વારા કનેક્ટેડ કમ્પ્યુટર્સ અને ઉપકરણોને સેવા પ્રદાન કરે છે. આ સેવાઓ અનેક પ્રકારની હોઈ શકે છે. આમાં ડેટાબેઝ, હોસ્ટિંગ, યુઝર એક્સેસ કંટ્રોલ સહિત ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.
સર્વરનું કામ ડેટા એકત્ર કરવાનું અને તેની સાથે જોડાયેલા ઉપકરણોને સુવિધા આપવાનું છે. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે આઉટેઝ સર્જાય છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.












Click it and Unblock the Notifications
