શું છે ગોલ્ડન બ્લડ ગ્રુપ? જાણો કેમ છે ખાસ?
તમે લોકોના બ્લડ ગ્રુપ વિશે વાત કરતા એ,બી પોઝિટીવ-નેગેટીવ કે ઓ બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યુ હશે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક બ્લડ ગ્રુપ ગોલ્ડન બ્લડ ગ્રુપના નામે પણ છે.
દુનિયામાં કેટલીક વસ્તુઓ રેર છે. આમાં આ એક બ્લડ ગ્રુપ પણ છે. આજે અમે તમને જે બ્લડ ગ્રુપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે વિશ્વની 8 અબજની વસ્તીમાંથી માત્ર 45 લોકોમાં પાસે જ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે Rh નલ બ્લડ ગ્રુપ દુનિયામાં કેટલાક ચોક્કસ લોકો પાસે જ છે અને એટલે જ તેને ગોલ્ડન બ્લડ ગ્રુપ કહેવાય છે.
આ બ્લડ ગ્રુપ એવા લોકોના શરીરમાં જોવા મળે છે જેમનું Rh ફેક્ટર શૂન્ય છે. આ ખૂબ જ દુર્લભ બ્લડ ગ્રુપ છે. આ કારણોસર તેને ગોલ્ડન બ્લડ પણ કહેવામાં આવે છે.
અહેવાલ અનુસાર, વર્ષ 2018માં જ્યારે આ બ્લડની સમગ્ર દુનિયામાં શોધ કરવામાં આવી ત્યારે દુનિયામાં માત્ર 45 લોકો જ મળી આવ્યા હતા, જેમની પાસે આ લોહી હતું.
આ બ્લડ ગ્રુપના વિશ્વમાં માત્ર 9 લોકો જ છે, જે પોતાનું રક્તદાન કરી શકે છે. વિશ્વનું સૌથી દુર્લભ રક્ત હોવા ઉપરાંત તે વિશ્વનું સૌથી મોંઘું બ્લડ ગ્રુપ પણ છે.












Click it and Unblock the Notifications
