BSF અને ઈન્ડિયન આર્મી વચ્ચે શું ફરક છે? જાણો શું હોય છે બન્નેના કામ?
1 ડિસેમ્બરને ભારતમાં BSF ડે તરીકે મનાવવામાં આવે છે. BSF નું નામ આવતા જ મોટા ભાગના લોકો તેને ભારતીય સેના જ સમજી લે છે. જો કે એવુ નથી.
BSF ને બોર્ડર સિક્યુરિટી ફોર્સ કહેવામાં આવે છે. આ દળનું કામ દેશની સરહદોની રક્ષા કરવાનું છે. સેના અને બીએસએફના કામ વચ્ચે મોટો તફાવત છે.

BSFનું કામ દેશની સરહદની રક્ષા કરવાનું છે. BSF ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ, ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ, LOC તેમજ નક્સલ વિરોધી કામગીરીમાં તૈનાત રહે છે.
આ સિવાય BSF અરબી સમુદ્રમાં સર ક્રીક અને બંગાળની ખાડીમાં સુંદરવન ડેલ્ટા જેવી ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સુરક્ષા માટે તૈનાત રહે છે. જો કે માત્ર બીએસએફ એટલી જ સરહદોનું રક્ષણ નથી કરતી. તેની સાથે ચાર વિંગ કામ કરે છે.
આ ચાક વિંગમાં એર વિંગ, મરીન વિંગ, આર્ટિલરી રેજિમેન્ટ અને કમાન્ડો વિંગનો સમાવેશ થાય છે. તેનું નિયંત્રણ સીધુ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
સીધી રીતે જોઈએ તો બીએસએફ અને ભારતીય સેના દેશની સુરક્ષા માટે જ કામ કરે છે. જો કે BSF શાંતિના સમયે જ સરહદોની રક્ષા કરે છે. સેનાનું કામ યુદ્ધ દરમિયાન મોરચો સંભાળવાનું છે.
BSF સૈનિકો માત્ર દેશની સરહદોની અંદર જ ઓપરેશન કરી શકે છે, જ્યારે ભારતીય સેનાના જવાનો પણ ક્રોસ બોર્ડર ઓપરેશન કરે છે.
બન્નેની સુવિધાઓની વાત કરીએ તો, ભારતીય સેનાના જવાનોને બીએસએફના જવાનો કરતાં વધુ સુવિધાઓ મળે છે. પદની દ્રષ્ટિએ પણ બંને એકબીજાથી અલગ છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ, મેજર, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે BSFમાં પોસ્ટ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, DAI, IG જેવી પોસ્ટ હોય છે.












Click it and Unblock the Notifications
