For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, બગદાદી અને લાદેનને ખતમ કરનાર આ ખતરનાક કુતરાની કિંમત શું છે

જાણો, બગદાદી અને લાદેનને ખતમ કરનાર આ ખતરનાક કુતરાની કિંમત શું છે

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બેલ્ઝિયન મેલિનિયૉસ, અમેરિકી મિલેટ્રી ફોર્સની એક ખતરનાક સ્ક્વૉડના એક ખતરનાક સૈનિક છે. તમે જો ઈચ્છો તો બેલ્જિયન મેલિનિયૉસને ઘરે લાવી શકો છો. આ ખાસ ડૉગ સ્ક્વૉડે પહેલા અલ કાયદાના ઓસામા બિન લાદેન અને પછી આઈએસઆઈએસના મુખ્યા અબુ બકર અલ બગદાદીને ઠાર મારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જણાવી દઈએ કે ભારત પાસે પણ આવા પ્રકારે જ આખી ફોર્સ છે જેમાં બેલ્જિયન મેલિનિયૉસ પાસે સુરક્ષાની જવાબદારી છે.

વર્ષ 2011માં પણ અજેય સાબિત થયો

વર્ષ 2011માં પણ અજેય સાબિત થયો

વર્ષ 2011માં અમેરિકી નેવી સીલે એક ખાસ ઓપરેશન અંતર્ગત અલ કાયદાના સરગના ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. પાકિસ્તાનના એબટ્ટાબાદમાં ચલાવેલ આ ઓપરેશનમાં ડૉગ સ્ક્વૉડની મહત્વની ભૂમિકા હતા. આ ડૉગ સ્ક્વૉડમાં સામેલ બેલ્જિયમ મેલિનિયૉસ ખાસ સામેલ હતા. જ્યારે અમેરિકાએ લાદેનને મારવા માટે ખાસ ઓપરેશન ચલાવ્યું જે ડૉગ સ્ક્વૉડે સૂંઘીને લાદેનનો પતો લગાવ્યો હતો અને નેવી લાદેનને લોકેટ કરવામાં નેવી સીલને મદદ મળી હતી. વર્ષ 2015માં પૂર્વ અમેરિકી પ્રેસિેન્ટ બરાક ઓબામા ગણતંત્ર દિવસના અવસર પર ભારત આવ્યા તે પહેલા આ ડૉગની મદદથી જ સુરક્ષા સંબંધી તમામ જરૂરી તપાસ કરવામાં આવી હતી.

કેટલી છે આ કુતરાની કિંમત

કેટલી છે આ કુતરાની કિંમત

વેબસાઈટ ધી પ્રિન્ટ મુજબ હાલ સીઆરપીએફ પાસે 553 બેલ્જિયન મેલિનિયૉસને અલગ-અલગ જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા છે. સાથે જ 192 એવા છે જેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તમે પણ આ કુતરાને પાળી શકો છો. એક બેલ્જિયન મેલિનિયૉસના ગલુડિયાંની કિંમત 60થી 85000 રૂપિયા હોય છે. પરંતુ વિશેષજ્ઞ આ કુતરાઓને પાળવાની સલાહ નથી આપતા કેમ કે આ કુતરા સ્વભાવથી આક્રમક હોય છે.

એન્ટી નક્સલ ઓપરેશનમાં પ્રયોગ થાય છે

એન્ટી નક્સલ ઓપરેશનમાં પ્રયોગ થાય છે

બેલ્જિયન મેલિનિયૉસને ઈરાક અને અફઘાનિસ્તાનમાં મોટા પાયે પ્રયોગ કરવામાં આવ્યા હતા. જોવામાં આ જર્મન શેફર્ડ જેવા લાગે છે પરંતુ આ તેમનાથી ઘણા અલગ હોય છે. કુતરાની આ પ્રજાતિ પેરાશૂટિંગ અને કોઈપણ એરક્રાફ્ટથી નીચે ઉતરવામાં બેસ્ટ હોય છે. ભારતમાં હાલ એન્ટી નક્સલ ઓપરેશનમાં સામેલ સીઆરપીએફની કોબરા અને આઈટીબીપીની બટાલિયનો આ કુતરાનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત એનએસજી પાસે પણ આ ખાસ કુતરા છે. જ્યારે સીઆઈએસએફ જેમની પાસે મેટ્રો સ્ટેશન અને એરપોર્ટની સિક્યોરિટીની જવાબદારી છે, તેઓ પણ આ ડૉગ સ્ક્વૉડથી સજ્જ હશે.

પઠાણકોટમાં આતંકીઓને ઠાર માર્યા હતા

પઠાણકોટમાં આતંકીઓને ઠાર માર્યા હતા

વર્ષ 2016માં પઠાણકોટ એરબેઝ પર થયેલ આતંકી હુમલામાં એનએસજીના ઓપરેશન દરમિયાન આ કુતરાની મદદ લેવામાં આવી હતી. તેમની મદદથી સેનાએ એક આતંકીને પણ મારવામાં સફળતા હાંસલ કરી હતી. કુતરોની આ પ્રજાતિ બેલ્જિયમની છે અને તેમના કાન કાળા હોય છે. તેમનો વજન 20થી 30 કિલોગ્રામ હોય છે અને તેમની સરેરાશ લંબાઈ 26 ઈંચ સુધીની હોય છે.

ક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણોક્રિકેટમાં વપરાતી રેડ અને પિંક બોલમાં શું ફરક છે? જાણો

English summary
Indian Forces too are equipped with most dangerous dog Belgian Malinois which has killed Baghdadi in Syria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X