For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીમુન નહિ, લગ્નની એક રાત પહેલા યુવતીઓના મનમાં હોય છે આ સવાલ

જીવનમાં લગ્નનો નિર્ણય કરવો સરળ નથી હોતો, ખાસ કરીને યુવતીઓ માટે. લગ્નના સંબંધમાં પગ મૂકતા પહેલા દરેક યુવતીના મનમાં ઘણા પ્રકારના સવાલ ઉમટતા હોય છે. જાણો તે વિશે અહીં.

|
Google Oneindia Gujarati News

જીવનમાં લગ્નનો નિર્ણય કરવો સરળ નથી હોતો, ખાસ કરીને યુવતીઓ માટે. લગ્નના સંબંધમાં પગ મૂકતા પહેલા દરેક યુવતીના મનમાં ઘણા પ્રકારના સવાલ ઉમટતા હોય છે. તે પોતે જ આ સવાલોના જવાબ શોધવામાં લાગી પડે છે તો ઘણી વાર પોતાના એ દોસ્તોની મદદ લે છે જેમના લગ્ન થઈ ચૂક્યા હોય છે.

યુવતીઓના મનમાં કયા પ્રકારના સવાલ ઉઠે છે

યુવતીઓના મનમાં કયા પ્રકારના સવાલ ઉઠે છે

લોકોની ધારણા હોય છે કે લગ્નની એક રાત પહેલા સુધી યુવતીઓ પોતાના લુક અને પછી હનીમુન વિશે જ ચિંતિત રહેતી હશે પરંતુ આ સંપૂર્ણપણે સાચુ નથી. આ લેખના માધ્યમથી જાણીએ કે લગ્નની એક રાત પહેલા સુધી યુવતીઓના મનમાં કયા પ્રકારના સવાલ ઉઠે છે.

શું લગ્ન માટે ઉતાવળ તો નથી કરી દીધીને

શું લગ્ન માટે ઉતાવળ તો નથી કરી દીધીને

મોટાભાગની યુવતીઓ વિચારે છે કે શું તેમણે લગ્ન માટે ઉતાવળ તો નથી કરી દીધીને, શું તેણે થોડી વધુ રાહ જોવાની હતી. ડર લાગે છે કે શું તે આવનારી જવાબદારીઓ સંભાળવા માટે કાબિલ છે કે નહિ. શું મારે મારા મમ્મી-પપ્પા પાસે લગ્ન માટે વધુ સમય માંગી લેવો જોઈતો હતો.

આ પણ વાંચોઃ અનન્યા પાંડેએ દુબઈમાં સમુદ્ર કિનારે બ્લેક ડ્રેસમાં પડાવેલા હૉટ ફોટા કર્યા પોસ્ટ

લાઈફ પાર્ટનર વિશે

લાઈફ પાર્ટનર વિશે

લગ્ન એક એવુ બંધન છે જે લાઈફટાઈમ માટે હોય છે. આ કોઈ બાળકોવાળી દોસ્તી નથી જે ન ગમવા પર તોડી દેવામાં આવે. આ જ કારણ છે કે યુવતી પોતાના થનારા પતિ વિશે વિચારે છે. તેના મનમાં સવાલ ઉઠે છે કે જે વ્યક્તિને તેના માટે પસંદ કરવામાં આવ્યો છે શું તે જીવનભર તેનો સાથ નિભાવશે. શું તે યુવક તેના માટે યોગ્ય છે.

સાસરિયાવાળાનુ વલણ

સાસરિયાવાળાનુ વલણ

લગ્નની વાત શરૂ થવાથી લઈને લગ્નની એક રાત પહેલા સુધી યુવતી આ મુંઝવણમાં રહે છે કે સારિયામાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવશે. શું તેને પોતાના ઘર જેવો માહોલ અને પ્રેમ મળશે, એ ઘરના સભ્ય બનવાથી શું એ લોકો ખુશ છે? યુવતીઓના મનમાં પોતાના સાસુ સસરાના વ્યવહાર વિશે પણ ઘણા સવાલ રહે છે. તે એ વાતથી ચિંતામાં રહે છે કે તેને પોતાના લોકો જેવુ સમ્માન અને પ્રેમ મળશે કે નહિ.

લગ્ન પર થનારો ખર્ચ

લગ્ન પર થનારો ખર્ચ

લગ્ન માટે એક સારા એવા મોટા બજેટની જરૂર હોય છે. લગ્નના દરેક કામ માટ પૈસાની જરૂર પડે છે. દરેક યુવતી પોતાના લગ્ન દરમિયાન થઈ રહેલા ખર્ચાને જુએ છે અને ઘણી વાર તો પોતાના પિતા ઉપર પોતાને જવાબદારી તરીકે અનુભવે છે. તે વિચારવા લાગે છે કે તે પોતાના માતાપિતા માટે ભાર રૂપ તો નથી બની ગઈને.

શારીરિક સંબંધો માટે કેવી રીતે પાડશો ના

શારીરિક સંબંધો માટે કેવી રીતે પાડશો ના

યુવતીઓના મનમાં લગ્ન બાદની પહેલી રાત સાથે જોડાયેલા ઘણા પ્રકારના સવાલ હોય છે. તે વિચારે છે કે શારીરિક સંબંધ બનાવવા માટે જો તે સહજ ન હોય તો તે આ વાત પોતાના પાર્ટનરને કેવી રીતે કહેશે. શું તેના ના પાડવાથી તેના પતિને ખરાબ તો નહિ લાગી જાયને, શું તેના મનમાં એવુ નહિ થાયને કે હું તેને પ્રેમ નથી કરતી.

English summary
What Scared The Most Women Before They Get Married, read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X