ક્યાં આવેલુ છે દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિર? 1100 વર્ષ જૂનો છે ઇતિહાસ
ભારતમાં એકથી એક ભવ્ય હિન્દુ મંદિરો આવેલા છે. આ મંદિરોનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે. જો કે મોટા ભાગના લોકોને એ નથી ખબર કે દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિર કર્યાં આવેલુ છે.
દુનિયાના મોટાભાગના હિંદુઓ ભારતમાં રહે છે આપણા દેશમાં મંદિરોની સંખ્યા પણ ઘણી વધારે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી મોટા મંદિરની વાત કરવામાં આવે તો તેમાં ભારતનું નામ આવતું નથી.

તમને ભારતના ખૂણે ખૂણે મંદિરો જોવા મળશે. મંદિરોમાં ભગવાનની મૂર્તિની પૂજા કરવામાં આવે છે જે હિંદુ દેવી-દેવતાઓમાં વિશ્વાસનું પ્રતીક છે.
આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે દુનિયાનું સૌથી મોટું મંદિર ક્યાં છે? જો તમે ભારતમાં આનો જવાબ શોધી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. આ મંદિર ભારતમા નથી.
વિશ્વનું સૌથી મોટું મંદિર કંબોડિયામાં આવેલું છે. અહીંનું અંગકોર વાટ મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે.
આ મંદિર લગભગ 162.6 હેક્ટરમાં ફેલાયેલું છે. જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરને મેરુ પર્વતનું પ્રતિક માનવામાં આવે છે.
જે મિકાંગ નદીના કિનારે સિમરીપ શહેરમાં બનેલ છે. આ મંદિર સમ્રાટ સૂર્યવર્મન દ્વિતીય દ્વારા 1112-53 ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
દેખાવમાં ખૂબ જ સુંદર આ મંદિરની દિવાલો પર હિંદુ ધાર્મિક ગ્રંથોના દ્રશ્યો છે આ ઉપરાંત આ મંદિરમાં દેવતાઓ અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથનનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
