ફિલ્મી છે આખી કહાણી: એંજીનિયરમાંથી કેવી રીતે હત્યારા બન્યા રામપાલ
હિસાર, 19 નવેમ્બર: સંત રામપાલનો સતલોક આશ્રમ કોઇ રહસ્યલોકથી ઓછો નથી. ચારેય તરફ બ્લેક કમાંડોથી ઘેરાયેલો છે તો મહિલા અને બાળકોનો ડેરો. વોરંટ પર વોરંટ આપી રહ્યાં છે, પરંતુ બાબા રહસ્યલોકથી નિકળવા માટે તૈયાર નથી. હવે સરકાર અને પોલીસે બાબા તે સમયે સતલોક તરફ પગલાં ભરવાનું શરૂ કરી દિધું છે, જેમાં બાબા બેઠેલા છે. પોલીસ અને સરકાર હવે બાબાની બાબાગીરી કાઢવાના મૂડમાં છે, સમર્થક પણ છે. આ આખા કેસમાં જો કોઇની બેઇજ્જતી થઇ રહી હોય તો તે છે ભાજપ સરકાર. થાય પણ કેમ નહી કારણ કે દાઉદને દુબઇથી લાવવાનો દાવો, પાકિસ્તાનને ઓકાત બતાવવાનો દમ, ચીનને ચેતાવણી આપનાર 'મજબૂત સરકાર' હાલ હિસારના એક આશ્રમમાં મજબૂર છે.
રહેવા દો સરકાર પર પ્રહાર કરવાનું અને આવો સંત રામપાલ વિશે જાણીએ જે કોઇ ફિલ્મી કહાણીથી ઓછી નથી. સંત રામપાલનો જન્મ 8 સપ્ટેબર 1951ના રોજ સોનીપતના ઘનાણા ગામમાં થયો હતો. તેમના પિતાનું ભક્ત નંદરામ અને માતાનું નામ ભક્તમતિ ઇંદિરા દેવી છે. અભ્યાસ પુરો કર્યા બાદ રામપાલને હરિયાણા સરકારમાં સિંચાઇ વિભાગમાં જૂનિયર એંજિનિયરની નોકરી મળી ગઇ.

નોકરી દરમિયાન રામપાલની મુલાકાત 107 વર્ષના કબીરપંથી સંત સ્વામી રામદેવાનંદ મહારાજ સાથે થઇ. જો કે બાળપણથી જ સંત રામપાલ ધાર્મિક સ્વભાવના હતા તો તે તરત જ રામદેવાનંદ મહારાજના શિષ્ય બની ગયા. ત્યારબાદ 1995માં તેમણે 18 વર્ષ લાંબી પોતાની નોકરી છોડી દિધી અને સત્સંગ કરવા લાગ્યા. ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યા વધતી ગઇ. આ દરમિયાન તેમણે કરોંથા ગામમાં આશ્રમમાં એક મહિલા પાસેથી જમીન મળી ગઇ. 1999માં તેમણે સતલોક આશ્રમનો પાયો નાખ્યો.
વિવાદની આખી કહાણી
2006માં સ્વામી દયાનંદના લખેલા એક પુસ્તક પર સંત રામપાલે એક ટિપ્પણી કરી, ત્યારબાદ આર્યસમાજને આ ટિપ્પણી પસંદ ન પડી અને બંનેના સમર્થકો વચ્ચે હિંસક મારામારી થઇ. ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું. ત્યારબાદ એસડીએમે 13 જુલાઇ 2006ના રોજ આશ્રમને કબજામાં લઇ લીધો. ત્યારબાદ રામપાલ તથા તેમના 24 સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી. જો કે 2009માં તેમણે આશ્રમ પરત મળી ગયો.
પછી સંત રામપાલ વિરૂદ્ધ આર્યસમાજના લોકોએ સુપ્રીમ કોર્ટેનો દરવાજો ખખડાવ્યો. કોર્ટે તેમની અરજી નકારી કાઢી. ત્યારબાદ આર્ય સમાજીઓ તથા સંત રામપાલના સમર્થકો વચ્ચે વારંવાર મારામારી થઇ. આ હિંસક મારામારીમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં, લગભગ 100 લોકો ઘાયલ થયા. આ મુદ્દે સંત રામપાલને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં રજૂ થવાનું છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
