સર્જરી દરમિયાન ઓપરેશન થિયેટરમાં ડોક્ટર લીલા રંગના જ કપડા કેમ પહેરે છે? જાણી લો જવાબ

આ દુનિયામાં તમારી આસપાસ જોવા મળતી ઘણી એવી વસ્તુઓ હોય છે જેને તમે રોજ જુઓ છો પરંતુ તેના વિશે વધારે નથી જાણતા. આવી જ એક વસ્તુ ડોક્ટરના કપડા છે.

હોસ્પિટલમાં કે ફિલ્મોમાં તમે જોયુ હશે કે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરતા ડોક્ટર એક ખાસ પ્રકારના કપડામાં જોવા મળે છે. આ કપડાનો રંગ લીલો જ હોય છે.

surgery

તમને ક્યારેય સવાલ થયો કે આખરે આ ડોક્ટર ગ્રીન કપડા જ કેમ પહેરે છે? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવાના છીએ. આમ કરવા પાછળ ખાસ કારણ જવાબદાર છે.

જણાવી દઈએ કે ઓપરેશન થિયેટરમાં ગ્રીન કપડા પહેરવાની શરૂઆત 1914માં એક મોટા ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. તેણે તે સમયે હોસ્પિટલમાં પહેરવામાં આવતા પરંપરાગત રંગને સફેદથી બદલીને લીલો કરી દીધો અને આજે પણ પ્રચલિત છે.

આ જ કારણ છે કે આજે મોટાભાગના ડોકટરો લીલા કપડા પહેરીને જ સર્જરી કરે છે. જો કે, ઘણી જગ્યાઓએ ડોકટરો હજુ પણ સફેદ અને બ્લુ કપડાંમાં સર્જરી કરતા જોવા મળે છે.

ઓપરેશન થિયેટરમાં ગ્રીન અને બ્લુ કપડામાં સર્જરી કરવા પાછળ એક વિજ્ઞાન છે. જો તમે રોશનીવાળી જગ્યાએથી ઘરમાં પ્રવેશો છો તો તમારી આંખો સામે એક ક્ષણ માટે અંધકાર છવાઈ જાય છે. આ સ્થિતિમાં જો તમે ઘરની અંદર લીલા અથવા વાદળી રંગના સંપર્કમાં આવો તો આવું થતું નથી.

ઓપરેશન થિયેટરમાં ડોકટરો સાથે પણ આવું જ થાય છે. ત્યાં તે લીલા અને વાદળી કપડાંમાં વસ્તુઓને વધુ સારી રીતે જુએ છે. જો કે, ઘણા ડોકટરો આ સાથે સહમત નથી.

લીલા અને વાદળી રંગનો ઉપયોગ પાછળ એક બીજું કારણ પણ છે. વાદળી અને લીલો રંગ આંખોને રાહત આપે છે અને તેનાથી તણાવ ઓછો થાય છે. જ્યારે ડૉક્ટર દર્દીનું ઓપરેશન કરે છે ત્યારે તે અને તેના સાથીદારો ભારે તણાવમાં રહે છે. આ સ્થિતિમાં વાદળી અને લીલા કપડા પહેરેલા લોકો તેમની આસપાસ હાજર હોય છે ત્યારે મૂડ સ્થિર રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X