For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેપાર સિવાય ગુજરાતીને કેમ કંઇ સુજતું નથી? જવાબ: આ વાતો

|
Google Oneindia Gujarati News

ગુજરાતી પ્રજા વિષે કહેવાય છે કે ગુજરાતીઓને 9 થી 5ની નોકરીઓ સદતી નથી. તેમને તો પોતાનો ધંધો જ કરવો ગમે છે. અને ધણીવાર તો નોકરી ભલે કરતા હોવ પણ સાઇડમાં "પોતાનું કંઇક" ચાલુ જ હોય. જો કે તેમાં કંઇ ખોટું પણ નથી આજકાલના મોંધવારી વાળા જીવનમાં એક નોકરીએ સંસાર ચલાવવો તેટલો પણ સરળ નથી.

પણ તમે કદી આ વાત નોંધી છે કે આપણા ગુજરાતીઓની વાતોમાં પણ ધંધોની વાત જ રહેતી હોય છે. પાનના ગલ્લાથી લઇને પાણીપુરીની લારી પર પણ જ્યારે કોઇ ગુજરાતી એકબીજા સાથે મળે છે ત્યાં પણ તેમની વાતોમાં એક શબ્દ તો જરૂરથી આવે છે. કે "યાર! હવે તો પોતાનું કંઇક કરવું પડશે!"

ત્યારે વાંચો નીચેના કેટલાક ડાયલોગ જે આપણી રોજીંદી વાતચીતમાં આપણે મિત્રો સાથે બોલતા હોઇએ છીએ. અને તે બતાવી દે છે કે વેપાર એટલે કે બિઝનેસ આપણે નસે નસમાં વહે છે.....

કારણ 1

કારણ 1

કહેવાય છે કે આપણે જે બોલીએ છે તેવા આપણા વિચારો પણ બનવા લાગે છે. આગળની સ્લાઇડમાં વાંચો ગુજરાતીઓના સામાન્ય બોલચાલમાં કેવી રીતે વેપાર, ધંધો જેવા વિચારો સમાયેલા છે. જે આપણી વિચારશર્ણીને વેપાર તરફ વાળે છે.

મને ના શીખવાડ!

મને ના શીખવાડ!

આપણે વાત વાતમાં કહી દઇએ છીએ કે "ઓ ભાઇ તું છે ને...મને ના શીખવાડ..." ઇનશોર્ટ આપણી વાતચીતમાં જ આપણને સાંભળવું નથી ગમતું. આપણને વાતોમાં જ્યાં સાંભળવું નથી ગમતું તો પછી બોસનું કીધેલું થોડીને ગમે....એટલે જ આપણને બીજાના બોસ થવામાં રસ હોય છે. કોઇ આપણું બોસ બને તેમાં નહીં!

પૈસો પૈસાને ખેંચે

પૈસો પૈસાને ખેંચે

આપણે ત્યાં વાત વાતમાં કહેવાય છે કે પૈસો પૈસાને ખેંચે એટલું જ નહીં આપણે ત્યાં તો લગ્નથી લઇને પ્રેમ પણ પૈસાને આધાર મૂકીને કરાય છે. જે આપણી વેપારી માનસિકતા બતાવે છે.

હવે કંઇ મોટું કરવું છે.

હવે કંઇ મોટું કરવું છે.

આપણે પાણીપુરીની લારીએ પણ મિત્રોને મળીએ છીએ અને ચાર મિનિટ વાતો કરીએ છીએ ત્યાં જ આ ડાયલોગ આવી જાય છે કે યાર! હવે તો બસ કંઇ મોટું કરવું છે...જે બતાવે છે કે ધંધો આપણી નસો નસમાં વસે છે.

હું, ને કોઇને પુછું?

હું, ને કોઇને પુછું?

આપણને કોઇને પૂછીને કંઇ કરવું ગમતું જ નથી. જે પણ બતાવે છે કે આપણને બોસ બનવું ગમે છે નોકરીયાત નહીં. આમ ગુજરાતીઓની મેન્ટાલિટીમાં જ વેપાર છે. બોલવા ચાલવામાં જ વેપાર છે.

વેપાર

વેપાર

જો કે ગુજરાત બહારના લોકોમાં ગુજરાતીઓની જેવી છાપ છે કે ગુજરાતીઓને પૈસાથી ઉપર કંઇ નથી દેખાતું કે પછી તેમના મગજમાં ખાલી વેપાર જ ચાલે છે તેવું પણ નથી. આપણે પણ વેપાર એટલા માટે કરવા માંગી છીએ કે આપણે આપણા પરિવારજનો તમામ સુખ સુવિધા આપી શકીએ. અને એક સુખી જીવનની મનોકામના કરવી કંઇ ખોટું નથી!

English summary
Why Gujarati are business minded, some interesting reason are here. You will love to read if you are Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X