ગાયના દૂધ અને ધીમાં પીળાશ કેમ હોય છે? મોટાભાગના લોકો આ નથી જાણતા

મોટાભાગના લોકો ગાયનું દૂધ પીતા હશે અને ઘીનો પણ ઉપયોગ કરતા હશે. જો કે તમે એક વાત પર ક્યારેય ધ્યાન નહીં આપ્યુ હોય કે તેનો રંગ પીળાશ પડતો કેમ હોય છે?

દૂધમાં કેલ્શિયમની સાથે પ્રોટીન પણ જોવા મળે છે. મોટાભાગના દૂધમાં કેસીન નામનું પ્રોટીન જોવા મળે છે. જે દૂધમાં સફેદ રંગ માટે જવાબદાર છે.

milk

જો કે તેનાથી વિપરીત ગાયના દૂધમાં કેરોટીન નામનું પ્રોટીન હોય છે. જે ગાયના દૂધમાં પીળાશનું કારણ છે. આ જ કેરોટીન ઈંડામાં પણ જોવા મળે છે, જેના કારણે તેનો રંગ પણ પીળો હોય છે.

પીળો રંગ બીટા-કેરોટીન નામ પીળા રંગદ્રવ્યને કારણે છે. જેને કેરોટીનોઈડ કહેવાય છે. આ જ કેરોટીનોઈડ ગાજર જેવા શાકભાજીમાં પણ જોવા મળે છે. કેરોટીનોઈડ્સના કારણે જ ફળો અને શાકભાજીનો રંગ નારંગી અને પીળો હોય છે.

જ્યારે ભેંસના દૂધમાં આ તત્વનો અભાવ હોય છે, તેથી તે ગાયના દૂધ જેવું પીળું હોતું નથી. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ ભરપૂર માત્રામાં કેરોટીનોઈડ હોય છે. જો કે, હરિતદ્રવ્યનો લીલો રંગ તેમને છુપાવે છે. ગાયના ચારામાં કેરોટીનોઈડ્સ હોય છે. જેના કારણે તેમના દૂધનો રંગ પીળો થઈ જાય છે.

જણાવી દઈએ કે, ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ પ્રોટીન હોય છે. જ્યારે ગાયનું દૂધ ભેંસના દૂધ કરતાં પાતળું હોય છે. તેમાં વધુ પાણી અને ઓછી ચરબી હોય છે.

ગાયના દૂધમાં ચરબી ઓછી હોય છે અને તે સરળતાથી પચી જાય છે. જ્યારે ભેંસનું દૂધ મલાઈ જેવું અને ઘટ્ટ હોય છે જે પચવામાં મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે નવજાત બાળકોને ભેંસનું દૂધ આપવામાં આવતું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X