ભારતમાં અચાનક કેમ વધી રહ્યું છે એડલ્ટ ટોયઝનું માર્કેટ? જાણો શું કહી રહ્યા છે જાણકારો?
છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં સેક્સ ટોયનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. હવે લોકોની ઈન્ટિનેટ લાઈફમાં ઘણા ફેરફાર આવ્યા છે અને લોકો પોતાની અંગત પળોને ખુલ્લીને જીવતા થયા છે.
કોરોના મહામારી દરમિયાન લોકોની લાઈફ સ્ટાઈલમાં ઘણા ક્રાંતિકરી ફેરફાર થયા છે. આ સમય દરમિયાન થયેલા એક રિસર્ચમાં આ બાબતોનો ખુલાસો થયો છે.

આ રિસર્ચ અનુસાર, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના સમયગાળા દરમિયાન ભારતીય લોકોની લાઈફમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે તે સમયગાળા દરમિયાન સેક્સ ટોય અથવા એડલ્ટ ટોય્સના માર્કેટમાં 65 ટકાથી વધુનો વધારો છે.
બજારના આંકડા દર્શાવે છે કે આ ટોય એવા સમાજમાં સ્થાન મેળવી રહ્યા છે જે હાલ સુધી સેક્સ વિશે ખુલ્લેઆમ વાત કરવામાં પણ શરમ અનુભવતો હતો.
ઈ-કોમર્સ સાઇટ પર સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સ તરીકે વેચતી કંપનીઓ અનુસાર, ભારતમાં માત્ર અમુક ટકા લોકો જ સેક્સ ટોયઝ, લુબ્રિકન્ટ્સ, ડિલે સ્પ્રે અને સેક્સ એન્હાન્સમેન્ટ સપ્લીમેન્ટ્સ વિશે જાણે છે, સર્ચ કરે છે અને કાર્ટમાં ઉમેરે છે.
બજારના વલણો અનુસાર, સેક્સ્યુઅલ વેલનેસ પ્રોડક્ટ્સ ખરીદવામાં મહારાષ્ટ્ર ભારતમાં પ્રથમ સ્થાને હતું, બેંગલુરુ બીજા સ્થાને અને નવી દિલ્હી ત્રીજા સ્થાને હતું.
ગયા વર્ષે અંતમાં જાહેર કરાયેલા એલાઈડ માર્કેટ રિસર્ચના અનુસાર, ભારતનું સેક્સ્યુઅલ વેલનેસ માર્કેટ 2020માં 1150 મિલિયન ડોલરની સરખામણીમાં 2030 સુધીમાં 2100 મિલિયન ડોલરને વટાવી જશે.
વેપાર જાણકારો અનુસાર, યુવાનો અને મધ્યમ વયના લોકોમાં વધતી જતી લોકપ્રિયતાને કારણે દેશમાં આ પ્રોડક્ટ માર્કેટ 5.8 ટકાના CAGR થી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. CAGR એ એક વર્ષમાં રોકાણનો ચક્રવૃદ્ધિ દર છે.
વિતરણ ચેનલોના આધારે, ઑનલાઇન સ્ટોર સેગમેન્ટ 5.6 ટકાના CAGR પર 2030 સુધીમાં 492 ડોવર મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. ઉત્પાદનો વિશે વાત કરીએ તો, લ્યુબ્રિકન્ટ્સ અને સ્પ્રે સેગમેન્ટ 5.3 ટકાના CAGRની ઝડપી ગતિએ વધવાની અપેક્ષા છે.
વર્ષ 2020 માં પુરુષો સેગમેન્ટ 639 ડોલર આસપાસ હતુ. આ ભારતના સેક્સ્યુઅલ વેલનેસ માર્કેટનો 55.4 ટકા હિસ્સો હતો. માર્કેટ સ્ટડી રિપોર્ટ અનુસાર, અત્યંત વ્યસ્ત દિનચર્યા, કામનો ભાર, દબાણ અને ટેન્શન, દવાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ, હોર્મોનલ સમસ્યાઓ એટલે કે જીવનશૈલીમાં વિક્ષેપ જેવા ઘણા કારણોને લીધે આ ઉત્પાદનોનું બજાર વધવા જઈ રહ્યું છે.
પ્રખ્યાત આર્થિક સામયિક ફોર્બ્સે તાજેતરમાં નિષ્ણાતો અને શિક્ષકોને ટાંકીને વિશ્વના ટોપ-15 સેક્સ ટોયઝની યાદી બહાર પાડી છે. આ સૂચિમાં ફોર્બ્સ સમજાવે છે કે શા માટે બજારમાં શ્રેષ્ઠ સેક્સ ટોયની પસંદગી વધવા દઈ રહી છે.
ફોર્બ્સ દરેક વ્યક્તિના શરીર, તેમની જાતીય પસંદગીઓ અને તેઓ કેવી રીતે આનંદ અનુભવે છે તે ધ્યાનમાં લેતા બજેટમાં ખરીદી શકો તેવા શ્રેષ્ઠ સેક્સ ટોય ઉત્પાદનોની શ્રેણી લઈને આવ્યું છે.
નિષ્ણાતો, ડોકટરો અને પ્રશિક્ષકોએ એકલ અને દંપતી માટે જાતીય ઉત્પાદનોનો ઉપયોગ કરતી વખતે લેવાતી સાવચેતીઓ વિશે પણ વિગતવાર સમજાવ્યું છે. ફોર્બ્સ સ્વીકારે છે કે પુખ્ત વયના આ ટોય વિવિધ સ્તરો પર પ્રયોગ કરવાનું ક્યારેય સરળ નહોતું. આ કારણોસર તેનું બજાર સૌ પ્રથમ પશ્ચિમી દેશોમાં ખાસ કરીને ઉત્તર અમેરિકામાં શરૂ થયું અને ફેલાયું.
વિશ્વભરમાં સેક્સ ટોય્ઝનું સૌથી મોટું બજાર ઉત્તર અમેરિકા છે અને તેમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી આગળ છે. યુરોપમાં પણ સેક્સ ટોય એક મહત્વપૂર્ણ બજાર છે. જર્મની, ફ્રાન્સ અને યુકે જેવા દેશોના યુવાનો ખાસ કરીને મિલેનિયલ્સ, સેક્સ ટોય્સ અને અન્ય એડલ્ટ પ્રોડક્ટ્સ માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવે છે. મિલેનિયલ જનરેશનમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેનો જન્મ 1980 અને 2000 વચ્ચે થયો છે.
હાલના વર્ષોમાં એશિયામાં સેક્યુઅલ વેલનેસ પ્રોડક્ટના બજારે નોંધપાત્ર વેગ મેળવ્યો છે. જાપાન, ચીન અને ભારત જેવા દેશોમાં સેક્સ ટોયની માંગ સતત વધી રહી છે. સેક્સ ટોયના આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન એક મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે.
એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં એડલ્ટ ટોયઝના કુલ ઉત્પાદનના 70 ટકા ઉત્પાદન એકલુ ચીન કરે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ અનુસાર, કોવિડ મહામારી લોકડાઉન દરમિયાન વિશ્વભરમાં ચીનમાં બનેલા સેક્સ ટોયની માંગમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે.
ચીનની સેક્સ ટોયઝ ઇન્ડસ્ટ્રીઝને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા હતા. જેના કારણે ચીની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા વધારવી પડી. આ સમયગાળા દરમિયાન ચીનની કંપનીઓને ફ્રાન્સ, અમેરિકા અને ઈટાલીમાંથી સૌથી વધુ ઓર્ડર મળ્યા.
ચીનમાં સેક્સ ટોય બનાવનાર રોમિયો જિઆંગ તેના ગ્રાહકો વિશે કહે છે કે અમારા 50 ટકા ગ્રાહકો અમેરિકાના છે અને 30 ટકા યુરોપના છે. ગયા વર્ષે આ ટોયનું કુલ વેચાણ 20 લાખથી 30 લાખ યુએસ ડોલર વચ્ચે હતું.
ચાઈના ડેઈલી અનુસાર, ચીનમાં સેક્સ ટોયના આ ઉદ્યોગમાં લગભગ 1,000 પ્રોડક્શન કંપનીઓ જોડાયેલી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેનું વાર્ષિક વેચાણ 2 મિલિયન ડોલર જેટલું છે.
ચાઇના માર્કેટ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષના 5 મહિનામાં આ ઉદ્યોગની આવક 940 મિલિયન ડોલર રહી છે. ચીનમાં જાતીય બાબતોના નિષ્ણાત અને ચાઇના સેક્સોલોજી એસોસિએશનના ડેપ્યુટી ડિરેક્ટર મા શ્યાવનિયાન કહે છે કે, માનવ શ્રમ આધારિત ઉત્પાદનમાં ચીન વિશ્વમાં અગ્રેસર છે અને સેક્સ ટોયનું ઉત્પાદન આ ઉદ્યોગનો એક ભાગ છે. એટલા માટે ચીન આ મામલે પ્રથમ સ્થાને છે.
જો કે, કંપનીઓને ચીનમાંથી આટલા ઓર્ડર મળી નથી રહ્યા. ચીનની સંસ્કૃતિ વધુ રૂઢિચુસ્ત છે. .ચીનમાં આ વિશાળ બજાર મોટાભાગે મહિલાઓ અને મિલેનિયલ પેઢીના યુવાનો દ્વારા સંચાલિત છે












Click it and Unblock the Notifications
