જ્યાં EVM રખાય છે તેને સ્ટ્રોંગ રૂમ કેમ કહેવાય છે? જાણો ત્યાં શું ખાસ હોય છે?
લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પુુરો થઈ ગયો છે. મતદાન પુરૂ થતા હવે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકી દેવાશે.
જ્યારે પણ ઈલેક્શન પુરૂ થાય પછી મત ગણતરી પહેલા ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. આ સ્થિતીમાં એ સવાલ થાય કે આખરે તે જગ્યાને સ્ટ્રોંગ રૂમ કેમ કહેવાય છે?

સ્ટ્રોંગ રૂમ શું છે?
મતદાન બાદ જે જગ્યાએ EVM અને VVPAT મશીનો સુરક્ષિત રાખવામાં આવે છે તેને સ્ટ્રોંગ રૂમ કહેવામાં આવે છે. એક વખત મશીન અંદર જાય તો પક્ષી પણ આ રૂમમાં પ્રવેશી શકતું નથી. જ્યારે આ મશીનોને મત ગણતરી માટે બહાર કાઢવામાં આવે છે ત્યાં સુધી સુરક્ષાકર્મીઓ સિવાય આ રૂમમાં ફરી કોઈ પ્રવેશી શકતુ નથી.
સ્ટ્રોંગ રૂમને ક્યાં બનાવાય છે?
જો તમને લાગે છે કે કોઈ પણ બિલ્ડિંગમાં સ્ટ્રોંગ રૂમ બનાવી શકાય છે તો તમે ખોટા છો. વાસ્તવમાં સ્ટ્રોંગ રૂમ માત્ર સરકારી બિલ્ડિંગમાં જ બની શકે છે. જે સરકારી ઈમારતમાં સ્ટ્રોંગ રૂમ બનાવવાનો હોય તેની પસંદગી અગાઉથી કરવામાં આવે છે અને પછી તેની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે.
જણાવી દઈએ કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં પણ સ્ટ્રોંગ રૂમ ન બનાવી શકાય. આ ઉપરાંત, સ્ટ્રોંગ રૂમ પસંદ કરવા માટે ઘણા વધુ નિયમોનું પાલન કરવામાં આવે છે, જેની વિગતો તમને ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર મળશે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરાય છે. સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ સ્ટ્રોંગ રૂમની અંદરની સુરક્ષા કરે છે. આ રૂમની બાહ્ય સુરક્ષા રાજ્ય સુરક્ષા દળોની જવાબદારી છે. તે હથિયારોથી સજ્જ કમાન્ડો જેવા છે. ત્રીજું ક્ષેત્ર સ્થાનિક પોલીસ દળોનું છે. બિલ્ડિંગની આસપાસ પોલીસકર્મીઓ તૈનાત હોય છે. એટલે કે સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી એટલી સતર્ક છે કે તેને તોડીને રૂમમાં પ્રવેશવું લગભગ અશક્ય છે.












Click it and Unblock the Notifications
