પોલીસની ખાખી વર્દીમાં દોરડુ કેમ લાગેલુ હોય છે? જાણો તેનો શું ઉપયોગ થાય છે?
તમે પોલીસની ખાદી વર્દી જોઈ હશે અને એમાં એક ખાસ વસ્તુને નોટીસ કરી હશે. ખાખી વર્દીમાં એક દોરડુ લાગેલુ હોય છે. હવે સવાલ એ છે કે આ દોરડુ કેમ લગાવાય છે?
પોલીસ વર્દીના ખભા પર રહેલુ આ દોરડું વિશેષ મહત્વ ધરાવે છે. પોલીસના યુનિફોર્મ સાથે જોડાયેલ આ દોરડાને લેનયાર્ડ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કેસ જો તમે આ દોરડાને ધ્યાનથી જોયો હશે તો તમને ખબર હશે કે આ પોલીસકર્મીઓના ખિસ્સામાં જઈ રહ્યું છે. આ દોરડા સાથે એક સીટી બાંધેલી હોય છે, જે તેમની છાતીના આગળના ખિસ્સામાં રાખવામાં આવે છે.
પોલીસ ઉપરાંત ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો સહિત તમામ સુરક્ષાકર્મીઓના ગણવેશમાં લેનયાર્ડ હોય છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં ગેઝેટેડ ઓફિસરોના યુનિફોર્મમાંની આ દોરડુ સામાન્ય રીતે કાળા રંગનું હોય છે.
જ્યારે આનાથી નીચેના ક્રમાંકિત લોકોનો રંગ ખાકી રંગ હોય છે. જો કે, આ રંગ વિવિધ રાજ્યોમાં બદલાઈ શકે છે. સૈન્યના જવાનો કેવા રંગની લેનયાર્ડ પહેરશે તે સંબંધિત રેજિમેન્ટ પર આધાર રાખે છે.
કોઈપણ કટોકટીની સ્થિતિમાં પોલીસ અથવા અન્ય સુરક્ષા કર્મચારીઓ આ સીટીનો ઉપયોગ કરે છે. જો કોઈ પોલીસકર્મીને ઈમરજન્સીમાં કોઈ વાહન રોકવું હોય અથવા તેને ઈમરજન્સીમાં તેના કોઈ સાથી પોલીસકર્મીને મેસેજ આપવો હોય તો આ સીટીનો ઉપયોગ કરે છે.
આ સીટી તેમના યુનિફોર્મ સાથે જ જોડાયેલી હોય છે. તેને જ્યારે જરૂર પડે ત્યારે સરળતાથી ઉપયોગ કરી શકે છે. મોટાભાગના પોલીસકર્મીઓ આ વ્હીસલનો ઉપયોગ માત્ર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કરે છે. પરંતુ કટોકટીની પરિસ્થિતિઓમાં પણ પોલીસકર્મીઓ આ વ્હીસલનો ઉપયોગ કરે છે.
અહેવાલો અનુસાર, 15મી સદીના અંતમાં ફ્રેન્ચ સૈનિકો અને જહાજના કામદારો દ્વારા લેનયાર્ડ એટલે કે દોરડાના પ્રથમ ઉપયોગના પુરાવા મળે છે. તેનો ઉપયોગ વહાણમાં અથવા યુદ્ધ દરમિયાન શસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતો હતો.
જણાવી દઈએ કે લેનયાર્ડ શબ્દની ઉત્પત્તિ પણ ફ્રેન્ચ શબ્દ લેનિયર પરથી થઈ છે. જેનો અર્થ થાય છે પટ્ટો અથવા સ્ટ્રેપ થાય છે.












Click it and Unblock the Notifications
