દિવાળી વિશેષ: દિવાળી ઉજવો દુનિયાના સૌથી આ શ્રેષ્ઠ સ્થળોએ
નવી દિલ્હી, 3 નવેમ્બર: દિવાળી આવતાં જ લોકોના મગજમાં સૌથી પહેલાં વિચાર આવે છે કે કેવી રીતે ઉજવીએ, ક્યાં જઇએ અને કેવી કરીએ. જો તમારા મગજમાં આવું બધુ ચાલી રહ્યું છે તો અમે તમારી મુશ્કેલીને આસાન કરવાના છીએ.
દિવાળીની રજાઓ મનાવવા માટેની જગ્યાઓથી લઇને તમારે અજમંજસ અનુભવવાની જરૂર નહી પડે. આ સમાચાર વાંચ્યા બાદ તમે સમજી જશો કે કયા સ્થળે જઇએ અને કયા જગ્યાએ નહી? અહીં અમે તમને દુનિયાના એવા 5 દેશો વિશે જણાવી રહ્યાં છે કે જ્યાં દિવાળી સૌથી વધુ રંગીન અને ધમાકેદાર હોય છે. થોમસ કુકના સર્વેમાં તે 5 પ્રસિદ્ધ જગ્યાઓના નામ ગણાવવામાં આવ્યા છે જ્યાં સૌથી વધુ લોકો જઇએ દિવાળીની રજાઓ માણે છે. તો જાણીએ તે સ્થળોના નામ....

રંગીન દિવાળી મનાવવા માટે શાનદાર સ્થળ
દિવાળીની રજાઓ મનાવવા માટે લોકો સૌથી વધુ સિંગાપુર જાય છે. અહીં એકદમ શાનદાર દેશ 63 દ્રીપોને મળીને બન્યો છે. અહીંના સેરેંગૂડ રોડ પર દિવાળીનો તહેવાર એકદમ ધામધૂમથી મનાવવામાં આવે છે. એટલા માટે સિંગાપુરને લિટલ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે.

અનોખી રીતે મનાવવામાં આવે છે દિવાળી
મકાઉ શહેર અહીંનુ લોકેશન, હોપિટેલિટી, ગેમિંગ તથા ગેમ્બલિંગ માટે પ્રખ્યાત છે. અહી દિવાળીની રજાઓ મનાવવા આવનાર પ્રવાસીઓ માટે વિશેષ ટ્રાવેલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહી પર વિલા તથા રિસોર્ટ્સને દિવાળીના દિવસે થનારી લાઇટિંગ તથા ફાયરવર્કસથી શણગારવામાં આવે છે.

ટેક્નોલોજીનો ઉપયોગ દિવાળી પર
ચીનના દક્ષિણી કિનારે વસેલું આ શહેર દિવાળીની રજાઓ મનાવવા માટે ત્રીજી શાનદાર જગ્યા છે. અહીં પર રહેનાર લોકોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. દિવાળી દરમિયાન અહીં હેપ્પી વેલી સ્થિત હિન્દુ મંદિર પણ એક આદર્શ દર્શનીય સ્થળ છે.

ભારતની જેમ મનાવવામાં આવે છે દિવાળી
અહીં દિવાળીની રજાઓ મનાવનારને ભારતમાં રહેતો હોય એવો અહેસાસ થાય છે. અહીંયા દિવાળી પ્રકાશ પર્વના રૂપમાં મનાવવામાં આવે છે. આ ઉપરાંત ફટાકડા ફોડવામાં આવે છે.

લાઇટીંગ ખાસ મહત્વ
દુબઇમાં ભારતીયોની સંખ્યા વધારે છે. અહીં ભારતીય પદ્ધતિથી દિવાળી મનાવવામાં આવે છે. અહીં પર પણ લાઇટીંગ અને લક્ષ્મી પૂજનની સાથે સાથે ફટાકડા ફોટવાનું કામ એકદમ હર્ષૌલ્લાસ પૂર્વક કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
