World Password Day: હેકર્સ તમારી ખાનગી માહિતીને હેક કરી શકશે નહીં, આ ટિપ્સ અપનાવો

ઇ-મેઇલ આઈડી હોય, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ હોય, અથવા બેંક એકાઉન્ટ જ કેમ ના હોય દરેક જગ્યા માટે આપણી પાસે પાસવર્ડ જરૂર હોય છે જે આપણી વસ્તુઓને સુરક્ષિત રાખે છે.

આજના સમયમાં, દરેકના જીવનમાં પાસવર્ડનું એક વિશેષ મહત્વ થઇ ગયું છે. ઇ-મેઇલ આઈડી હોય, સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ હોય, અથવા બેંક એકાઉન્ટ જ કેમ ના હોય દરેક જગ્યા માટે આપણી પાસે પાસવર્ડ જરૂર હોય છે જે આપણી વસ્તુઓને સુરક્ષિત રાખે છે. આવામાં, 2 જી મે એટલે કે આજના દિવસને પાસવર્ડ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ પાસવર્ડ તમારા માટે કેટલો સુરક્ષિત છે તે જાણવું મહત્વપૂર્ણ છે. તમારો પાસવર્ડ કેવો હોય તો તમે છેતરપિંડીથી બચી શકો.

આ પણ વાંચો: અમેરિકામાં પાસવર્ડ બિઝનેસમાં છવાઇ ગઇ 11 વર્ષની મીરા મોદી!

તમે રાખ્યો છે આવો પાસવર્ડ તો ઝડપથી બદલો

તમે રાખ્યો છે આવો પાસવર્ડ તો ઝડપથી બદલો

ઘણી વખત લોકો યાદ રાખવા માટે 123456789 જેવો પાસવર્ડ રાખે છે. ઘણા લોકો તેમનું નામ અથવા ફોન નંબર પાસવર્ડમાં રાખે છે. આ સૌથી મોટી ભૂલ છે કારણ કે આવા પાસવર્ડ્સ ગેસ કરવા ખૂબ જ સરળ હોય છે. આના કારણે તમે સરળતાથી હેકિંગ અને છેતરપિંડીનો શિકાર થઇ જાવ છો. તેથી તેનાથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારો પાસવર્ડ એવો હોવો જોઈએ કે કોઈ સરળતાથી ગેસ ન કરી શકે.

દરેક જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ ખતરનાક બની શકે છે

દરેક જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ ખતરનાક બની શકે છે

ઘણી વાર લોકો યાદ રાખવા માટે દરેક જગ્યાએ એક જ પાસવર્ડ રાખે છે. આવામાં, જો હેકરોએ કોઈ એક એકાઉન્ટ હેક કર્યું , તો બધા એકાઉન્ટ્સ જોખમમાં આવી જાય છે. આવામાં પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને, તમે ગમે ત્યાંથી તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકો છો.

કેવી રીતે થાય છે ઑનલાઇન છેતરપિંડી

કેવી રીતે થાય છે ઑનલાઇન છેતરપિંડી

ઘણી વખત આપણીપાસે એવા ઇમેઇલ આવે છે જે આપણા બેંકથી હોવાનો દાવો કરે છે અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી માંગે છે. આવાં કિસ્સામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કોઈ પણ બેંક તમારી પાસે આવી માહિતી માંગતી નથી. આ ઉપરાંત, કેટલીકવાર તમારી પાસે Google એકાઉન્ટ સિક્યોરિટીના નામ પર પાસવર્ડ માટેનો મેઈલ આવે છે. આ ઇમેઇલને તરત જ સ્પેમ કરો અને તેનો જવાબ ક્યારેય આપશો નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X