વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક છે 12 બાળકોના પિતા, કેટલી છે પત્નીઓ? પરિવારની કહાની ચોંકાવી દેશે
Elon Musk Child Family: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એકવાર પિતા બન્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એલન મસ્ક આ વખતે તેના 12માં બાળકના પિતા બન્યા છે. એલન મસ્ક તેમના બાળકો અને પત્નીઓને લઈને ફરી ચર્ચામાં છે.
એલન મસ્કે આ વર્ષની શરૂઆતમાં તેના 12માં બાળકનું સ્વાગત કર્યું. આ બાળકની માતાનું નામ શિવાન જીલીસ છે. શિવોન જિલિસ સાથે એલન મસ્કનું આ ત્રીજું બાળક છે. શિવોન જિલિસ એલન મસ્કની કંપની ન્યુરાલિંકમાં ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે.

એલન મસ્કના 12 બાળકોની માતા કોણ? એલન મસ્કને કેટલી પત્નીઓ છે?
શિવોન જિલિસ અને એલોન મસ્કનો સંબંધઃ 3 બાળકો
રિપોર્ટ્સ અનુસાર, એલોન મસ્ક હાલમાં શિવોન જિલિસ સાથે રિલેશનશિપમાં છે. એલન મસ્કને શિવોન જિલિસ સાથે ત્રણ બાળકો છે. શિવોન જિલિસ એલનની કંપની ન્યુરાલિંકની કર્મચારી છે. શિવોન જિલિસે અગાઉ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમનો જન્મ 2021માં થયો હતો. જો કે હજુ ત્રીજા બાળક વિશે વધુ માહિતી નથી. જોકે, શિવોન જિલિસ અને એલન મસ્કે હજુ સુધી લગ્ન કર્યા નથી.
મસ્ક અને ઝિલિસ વચ્ચેનો અંગત સંબંધ 2022 પહેલા ક્યારથી છે એ જાણી શકાયુ નથી. મસ્કના જીવનચરિત્રકાર વોલ્ટર આઇઝેકસને સપ્ટેમ્બર 2023માં તેમના સંબંધો વિશે માહિતી આપી હતી. તેણે તેમના જોડિયા બાળકો સાથે મસ્ક અને જિલિસનો ફોટો પોસ્ટ કર્યો, તેમના પારિવારિક જીવનની ઝલક આપી.
બંને જોડિયા બાળકોના નામ બદલવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં મસ્કનું છેલ્લું નામ અને ઝિલિસનું છેલ્લું નામ તેમના મધ્યમ નામોના ભાગરૂપે સામેલ કરવામાં આવ્યું હતું. નવા બાળકનું નામ અને લિંગ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
કેનેડિયન સંગીતકાર ગ્રીમ્સ અને એલોન મસ્કનો સંબંધ, 3 બાળકો
કેનેડિયન સંગીતકાર ગ્રીમ્સ અને એલોન મસ્કને ત્રણ બાળકો છે. પુત્રનું નામ X Æ A-Xii (X Ash A Twelve) અને Techno Mechanicus Musk છે. પુત્રીનું નામ Axa Dark Sideral Musk છે. રિપોર્ટ અનુસાર, ગ્રીમ્સ અને એલોન મસ્કના લગ્ન થયા.
એલન મસ્ક અને જસ્ટિન વિલ્સન વચ્ચેનો સંબંધ, 5 બાળકો
એલન મસ્કની પ્રથમ પત્ની જસ્ટિન વિલ્સન છે અને બંનેને 5 બાળકો છે. જેમાંથી બે બાળકો અને ત્રણ બાળકો એક સાથે જન્મ્યા હતા. પ્રથમ બે જોડિયાના નામ ઝેવિયર અને ડેમિયન છે, તે બંને છોકરાઓ છે.
એલન મસ્ક અને પત્ની જસ્ટિન વિલ્સનને ત્રણ બાળકો હતા, તે ત્રણેય છોકરાઓ છે. તેમના નામ કાઈ, સેક્સન અને ડેમિયન છે. એલોન-જસ્ટિનનો સૌથી મોટો પુત્ર નેવાડા એલેક્ઝાન્ડર મસ્ક હતો. પરંતુ તેમનું અવસાન થયું હતું. આમ જોવામાં આવે તો એલન મસ્ક 12 બાળકોના પિતા હતા પરંતુ હાલમાં તેમના 11 બાળકો છે.
એલન મસ્કના 11 બાળકોના નામ
1. નેવાડા એલેક્ઝાન્ડર મસ્ક
નેવાડા એલેક્ઝાન્ડર મસ્ક એલન મસ્ક અને જસ્ટિન વિલ્સનનો સૌથી મોટો પુત્ર હતો. નેવાડા એલેક્ઝાન્ડર મસ્કનો જન્મ મે 18, 2002ના રોજ થયો હતો. જન્મના 10 અઠવાડિયા પછી તેનું અવસાન થયું.
2. ગ્રિફીન મસ્ક
ગ્રિફીન મસ્કનો જન્મ 2004માં થયો હતો. હાલમાં તે કોલેજમાં અભ્યાસ કરે છે. ગ્રિફીન મસ્ક એલોન મસ્ક અને જસ્ટિન વિલ્સનનો પુત્ર છે.
3. વિવિયન જેન્ના વિલ્સન
વિવિયન જેન્ના વિલ્સનનો જન્મ 18 એપ્રિલ, 2004ના રોજ થયો હતો. જન્મ સમયે તેનું નામ ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્ક હતું. પરંતુ 2022માં, તેણે તેનું નામ અને લિંગ બદલ્યું અને વિવિયન જેન્ના વિલ્સન બની. તેથી હવે તે એલન મસ્કની પુત્રી છે.
4. કાઈ મસ્ક
કાઈ મસ્કનો જન્મ જાન્યુઆરી 2006માં થયો હતો. તેની માતાનું નામ જસ્ટિન વિલ્સન છે.
5. સેક્સન મસ્ક
સેક્સન મસ્ક અને ઝેવિયર મસ્ક જોડિયા ભાઈઓ છે. તેનો જન્મ પણ જાન્યુઆરી 2006માં થયો હતો. વાસ્તવમાં, એલન મસ્કની પ્રથમ પત્ની જસ્ટિન મસ્કને એક સાથે ત્રણ બાળકો હતા, એક પુત્રી અને બે પુત્રો. પુત્રીનું નામ કાઈ મસ્ક છે અને જોડિયા પુત્રો સેક્સન મસ્ક અને ઝેવિયર મસ્ક છે.
6. ઝેવિયર મસ્ક
સેક્સન, કાઈ અને ડેમિયનનો જન્મ એક સાથે થયો હતો.
7. X Æ A-Ⅻ મસ્ક
એક્સ એશ એ ટ્વેલ્વ મસ્કનો જન્મ 4 મે 2020ના રોજ થયો હતો. તેની માતાનું નામ ગ્રીમ્સ છે. તે "X" ઉપનામથી ઓળખાય છે.
8. AXA ડાર્ક સાઇડરલ મસ્ક
AXA ડાર્ક સાઇડરલ મસ્કનો જન્મ ડિસેમ્બર 2021માં થયો હતો. તેની માતાનું નામ પણ ગ્રીમ્સ છે. એક્સાનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. તેમનું ઉપનામ "વાય" છે.
9. ટેક્નો મિકેનિકસ મસ્ક
ટેકનો મિકેનિકસ મસ્કનો જન્મ સપ્ટેમ્બર 2023માં થયો હતો. તેની માતાનું નામ ગ્રીમ્સ છે. તેમનું હુલામણું નામ તૌ છે.
10. શિવોન ઝીલીસ સાથેના તેમના ત્રણ બાળકોના નામ હજુ પબ્લિક ડોમેનમાં નથી.
એલન મસ્કને શા માટે ઘણા બાળકો છે?
વાસ્તવમાં, એલન મસ્ક હંમેશા વૈશ્વિક વસ્તી ઘટાડા અંગેની તેમની ચિંતાઓ વિશે અવાજ ઉઠાવે છે. તેઓ માને છે કે ભવિષ્ય માટે વધુ બાળકો પેદા કરવા ખૂબ જ જરૂરી છે. એલન મસ્કે કહ્યું છે કે ઉચ્ચ IQ ધરાવતા લોકોએ આ કટોકટીનો સામનો કરવામાં મદદ કરવા માટે વધુ બાળકો હોવા જોઈએ. કદાચ તેથી જ એલન મસ્ક તેમના પરિવાર અને તેમના વ્યવસાયિક સાહસોને વિસ્તૃત કરી રહ્યા છે.
જો કે, એલન મસ્કને કાર્યસ્થળમાં અયોગ્ય વર્તનના આરોપોનો પણ સામનો કરવો પડ્યો છે. વૉલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્કે સ્પેસએક્સના ભૂતપૂર્વ કર્મચારીને તેની સાથે બાળકો રાખવા કહ્યું હતું અને ઇન્ટર્ન અને ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત અન્ય કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ વિવાદો છતાં, એલન મસ્કના જિલિસ સાથેના સંબંધો, વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને, લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર રહે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
