Year Ender 2024 : આ વર્ષે સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર કરાઈ આ ડિશ, જાણો ટોપ 5 માં કોના કોના નામ?
Year Ender 2024 : 2024 પુરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષની મહત્વની ઘટનાઓ પર ચર્ચા કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતમાં ખાણી-પીણીની ખુબ ચર્ચા રહી છે. આ વર્ષે ભારતીયોએ ઓનલાઈન ફુડ ઓર્ડરમાં નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

હાલમાં જ સ્વિગીએ તેનો વાર્ષિક અહેવાલ જારી કર્યો છે. આ અહેવાલ અનુસાર, 2024માં સ્વિગી પર બિરયાની સૌથી વધુ ઓર્ડર કરવામાં આવતી ફૂડ આઈટમ બની છે.
સ્વિગીના ડેટા અનુસાર, 1 જાન્યુઆરી 2024 થી 22 નવેમ્બર 2024 વચ્ચે 83 મિલિયન બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો. દર મિનિટે સરેરાશ 158 બિરયાની મંગાવવામાં આવી. આમાંથી ચિકન બિરયાની સૌથી વધુ લોકપ્રિય રહી, જેને 49 મિલિયન વખત ઓર્ડર કરવામાં આવી.
બિરયાનીનો ક્રેઝ હૈદરાબાદમાં સૌથી વધુ જોવા મળ્યો, હૈદરાબાદમાં 9.7 મિલિયન ઓર્ડર થયા. આ પછી બેંગલુરુમાં 7.7 મિલિયન બિરયાની ઓર્ડર આપવામાં આવ્યા અને ચેન્નાઈમાં 4.6 મિલિયન બિરયાની ઓર્ડર કરાયા.
મધ્યરાત્રિ દરમિયાન રાતે 12 થી 2 વાગ્યા સુધી બિરયાની બીજા ક્રમે સૌથી વધુ ઓર્ડર કરવામાં આવતી આઈટમ રહી. આ લિસ્ટમાં ચિકન બર્ગર સૌથી આગળ છે. રમઝાન દરમિયાન સ્વિગીને લગભગ 6 મિલિયન બિરયાનીના ઓર્ડર મળ્યા.
બિરયાની પછી 2024માં સૌથી વધુ ડોસાનો ઓર્ડર આપવામાં આવ્યો. સ્વિગી અનુસાર, 23 મિલિયન ડોસાનો ઓર્ડર આપવામાં આવ્યો, જેમાંથી 85 લાખ ડોસા અને 78 લાખ ઈડલી નાસ્તામાં પસંદ કરવામાં આવી.
દિલ્હીમાં સૌથી વધુ છોલે-ભટુરા, ચંદીગઢમાં આલૂ પરાઠા અને કોલકાતામાં કચોરીના સૌથી વધુ ઓર્ડર આપવામાં આવ્યા.
સ્વિગીએ ખુલાસો કર્યો કે, બેંગલુરુના એક ગ્રાહકે એક જ ઓર્ડરમાં 49,900 રૂપિયાની વસ્તુઓ ઓર્ડર કરી. આમાં 5 આલ્ફ્રેડો ડીશ, 40 મેક એન્ડ ચીઝ અને 30 સ્પેગેટી સામેલ છે.
સ્નેક્સ કેટેગરીમાં ચિકન રોલના સૌથી વધુ 24.8 લાખ ઓર્ડર થયા. આ પછી ચિકન મોમોસને 16.3 લાખ અને ફ્રેન્ચ ફ્રાઈસને 13 લાખ ઓર્ડર મળ્યા.












Click it and Unblock the Notifications
