કારમાં ઈંધણ ખુટ્યુ તો થઈ શકે છે સજા, જાણો ક્યાં દેશમાં છે આ વિચિત્ર નિયમ?
દુનિયાભરના વિવિધ દેશોના પોતાના ટ્રાફિક નિયમો છે. આ નિયમોનું દરેક લોકોએ પાલન કરવુ પડે છે. જો કે એક દેશમાં એટલા વિચિત્ર નિયમ છે કે જાણીને જ તમને નવાઈ લાગશે.
તમને જાણીને નવાઈ લાગશે કે જર્મનીમાં તમે હાઇવે પર ઇચ્છો તેટલી ઝડપથી વાહન ચલાવી શકો છો. આના માટે તમને સ્પીડની કોઈ લિમિટ નથી. જો કે તમારૂ પેટ્રોલ કે ડિઝલ પુરૂ થયુ તો તમારે દંડ ભરવો પડી શકે છે.

જર્મનીના કાયદા અનુસાર, જો તમારી કારનું ઈંધણ અધવચ્ચે જ ખતમ થઈ જાય તો તેને ગુનો ગણવામાં આવે છે. તેના માટે તમને સજા અથવા દંડ થઈ શકે છે. ભારતમાં જો તમારી કારમાં ઈંધણ ખતમ થઈ જાય અને આસપાસ કોઈ ન હોય પોલીસ પણ મદદ કરે છે પરંતુ જર્મનીમાં આવુ નથી.
રશિયામાં પણ ઘણા વિચિત્ર નિયમો જોવા મળે છે. રશિયામાં રોડ પર ડ્રાઇવિંગ કરી રહ્યા છો અને તમારી કાર પર ધૂળ જામેલી છે તો તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો. આ માટે તમારે ત્યાં દંડ ભરવો પડી શકે છે.
અહીંના નિયમો અનુસાર, પોલીસ માટે વાહન પર સ્પષ્ટ રીતે નંબર દર્શાવવો ફરજિયાત છે. તેથી જ ત્યાંના લોકો સ્વચ્છ કાર ચલાવવાનું પસંદ કરે છે. જો તમે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહો છો અને વીકએન્ડ દરમિયાન તમારી કાર ધોવા માંગો છો તો તમે તેમ કરી શકતા નથી. રવિવારે કાર ધોવા પર પ્રતિબંધ છે.
અહીં જો કોઈ આવું કરે છે તો તેને દંડ ભરવો પડે છે. જાપાનમાં વરસાદમાં ડ્રાઇવિંગ કરતી વખતે તમારે ધ્યાન રાખવાની ફરજ પાડવામાં આવે છે કે કોઈના શરીર પર પાણીના છાંટા ન પડે.












Click it and Unblock the Notifications
