તમારી નાનકડી મદદથી આ બાળકને મળી શકે જીવનદાન

Written By:
Subscribe to Oneindia News

નાનકડું બાળક જ્યારે જીવલેણ રોગનો ભોગ બને ત્યારે તેના માતા-પિતા પર શું વીતતી હશે? બાળક હજુ ચાલતા કે બોલતાં શીખે, એ પહેલા જ જ્યારે વિધાતા એને જીવલેણ રોગની પીડા આપે ત્યારે બાળક ઉપરાંત તેના માતા-પિતા અને વડીલને પણ ખૂબ પીડા થાય છે. એમાં પણ જ્યારે પરિવાર પૈસાની અછતને કારણે ઇલાજ ન કરાવી શકે ત્યારે વધારે દુઃખ થાય છે. આ નાનકડા ગગન અને તેના પરિવારની પણ કંઇ એવી જ હાલત છે.

baby gagan

ગગન માત્ર એક વર્ષનો છે અને લિવરની બીમારીથી પીડાય છે. તેનો જીવ બચાવવા માટે તબીબોએ વહેલી તકે લિવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે. બાળકનો જીવ બચાવવા માટે તેના પિતા રવિ પોતાના લિવરનો કેટલોક ભાગ દાન કરવા તૈયાર છે. પરંતુ આ માટે બાળક અને પિતા બંનેનું પ્રિ-લિવર ટ્રાન્સપ્લાન્ટ અસેસમેન્ટ કરવાની જરૂર છે. આ સમગ્ર પ્રક્રિયામાં 20 લાખનો ખર્ચ થાય એમ છે, જે આ પરિવાર માટે ઘણો વધારે છે. તબીબો દ્વારા આગલા 1 અઠવાડિયામાં ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી છે. આથી બાળકના ઓપરેશ માટે જરૂરી રકમ ભેગી કરવામાં સેઇલ ફાઉન્ડેશન(SAIL - Save An Individual Life) તેમની મદદે આવ્યું છે. તમે પણ તમારી ઇચ્છા અને ક્ષમતા અનુસાર, નીચેની લિંક પણ જઇ તમારો ફાળો આપી શકો છો. તમારી નાનકડી મદદથી એક બાળકને નવજીવન મળી શકે છે.

https://www.edudharma.com/campaigns/fund-for-baby-gagan

English summary
1 year old Gagan is suffering from liver disease, your small amount of donation can save his life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.