તમારી આંખો બતાવશે તમારા જીવનના રહસ્ય

આંખો માત્ર ચહેરાની સુંદરતાને વધારે છે એટલુ જ નહિ વ્યક્તિ વિશે પણ ઘણુ બધુ જણાવી શકે છે. આવો જાણીએ શું કહે છે તમારી આંખો.

નવી દિલ્લીઃ આંખો માત્ર ચહેરાની સુંદરતાને વધારે છે એટલુ જ નહિ વ્યક્તિ વિશે પણ ઘણુ બધુ જણાવી શકે છે. હા, વ્યક્તિની આંખોમાં ગૂઢ રહસ્યો છૂપાયેલા હોય છે. એટલે કે આંખોથી આપણે વ્યક્તિ વિશે ઘણુ બધુ જાણી શકીએ છીએ. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આંખોના આકાર અને રંગથી આપણે વ્યક્તિના સ્વભાવ , ચરિત્ર વગેરે વિશે જાણી શકીએ છીએ. આંખો ઘણા પ્રકારની હોય છે. વાદળી, ભૂરી, કાળી, મોટી અને નાની આંખો. આ બધી આંખો ઘણુ બધુ કહે છે. તો આવો જાણીએ શું કહે છે તમારી આંખો.

નાની આંખોવાળા લોકો

નાની આંખોવાળા લોકો

નાની આંખોવાળા લોકોને બુદ્ધિમાન કહેવામાં આવે છે. આવા વ્યક્તિઓને એકાંત ગમે છે. તેમને બીજાની બાબતોમાં વધુ બોલવાનુ ગમતુ નથી.

મોટી આંખો

મોટી આંખો

આમ તો જેની આંખો મોટી હોય છે તેમનો ચહેરો ખૂબ જ સુંદર હોય છે અને તેમની આંખો જ તેમના દિલના હાલ પણ જણાવી શકે છે. આવા લોકો ખૂબ જ કૉન્ફિડન્ટ હોય છે અને તેમનો સ્વભાવ શાંત હોય છે. એ ઘણા સેન્સિટીવ માનવામાં આવે છે અને ઘણીવાર નાની-નાની વાતોને દિલથી લગાવી બેસે છે.

ભરોસાપાત્ર હોય છે કાળી આંખોવાળા લોકો

ભરોસાપાત્ર હોય છે કાળી આંખોવાળા લોકો

કાળી આંખોવાળા લોકોને ખૂબ જ જવાબદાર માનવામાં આવે છે. આવા લોકો આત્મવિશ્વાસથી ભરપૂર અને પૉઝિટિવ હોય છે. એ ક્યારેય કોઈને છેતરતા નથી. આ નાનાથી નાના કામ પણ મોટી જવાબદારીથી કરે છે. તેમનુ વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે, સાથે જ એ ખૂબ જ મહેનતુ પણ હોય છે. પોતાની મહેનતથી એ મોટી સફળતા મેળવે છે.

ખુશમિજાજ હોય છે ભૂરી આંખોવાળા

ખુશમિજાજ હોય છે ભૂરી આંખોવાળા

જે વ્યક્તિની આંખો ભૂરી હોય છે એવા લોકો પોતાના જીવનમાં કોઈની દખલઅંદાજી પસંદ નથી કરતા. તેમને પોતાની મરજી મુજબ બધુ કરવુ હોય છે. આ બધા સાથે હળીમળીને રહેવાનુ પસંદ કરે છે. તેમના દોસ્ત પણ બહુ જલ્દી બની જાય છે. જો કે, પ્રેમ-મહોબ્બત બાબતે તેમના પર વિશ્વાસ ન કરી શકાય.

શાંતિપ્રિય હોય છે વાદળી આંખોવાળા

શાંતિપ્રિય હોય છે વાદળી આંખોવાળા

વાદળી આંખોવાળા લોકોને શાંતિ ગમે છે અને તેઓ વાદવિવાદથી દૂર રહે છે. તેમની અંદર કંઈક કરી બતાવવાની લાલસા હોય છે અને તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે તનતોડ મહેનત પણ કરે છે. લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

સમજી વિચારીને નિર્ણય લે છે લીલી આંખોવાળા

સમજી વિચારીને નિર્ણય લે છે લીલી આંખોવાળા

લીલી આંખોવાળા લોકોને ઉતાવળ પસંદ નથી હોતી. એ પોતાના નાનામાં નાના નિર્ણયો પણ સમજી વિચારીને લે છે. પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક રહે છે. એ પોતાનુ જીવન પોતાના અનુસાર જીવવા માંગે છે અને બીજાની બાબતોમાં પણ વધુ દખલઅંદાજી નથી કરતા. એ પોતાના મનની વાત જલ્દી કોઈની સાથે શેર નથી કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X