Ye Hai India: 13 કરોડ રૂપિયાનું બીલ જોઇ ઉડી ગયા હોંશ !

ગત મહિને તેમનું બિલ 1300 રૂપિયાનું આવ્યું હતું તે પણ તેમને જમા કરાવી દિધું હતું. ગત બુધવારે જ્યારે તેઓ ટ્રેનમાં ફોર્ટથી કાંદિવલી સ્થિત પોતાના ઘરે જઇ રહ્યાં ત્યારે તેમના મોબાઇલ પર એસએમએસ આવ્યો હતો. જેમાં તેમના મોબાઇલનું નવું બિલ 13,18,47,813 રૂપિયા દર્શાવવામાં આવ્યું હતું.
વિશ્વનાથ શેટ્ટી આ એસએમએસ જોઇ ઘભરાઇ ગયા અને ટ્રેનમાંથી ઉતરીને કાંદિવલીમાં સીધા સર્વિસ પ્રોવાઇડર પાસે ગયા. ત્યાં વિશ્વનાથ શેટ્ટીને જણાવવામાં આવ્યું હતું કે કાંદિવલી ઓફિસ આ અંગે કશુ કરી શકે તેમ નથી. આ એસએમએસ બીકેસી ઓફિસમાંથી આવ્યો છે તમે ત્યાં જાઓ.
વિશ્વનાથ શેટ્ટી બીજા દિવસે બીકેસીના ઓફિસે જવાનું વિચારી રહ્યાં હતા અને ત્યારે 2 કલાક બાદ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે ડિયર કસ્ટમર તમે જૂના એસએમએસની અવગણના કરશો તમારું મોબાઇલ બિલ છે 1318 રૂપિયા છે. સ્વાભાવિક છે કે વિશ્વનાથ શેટ્ટીને બીજા એસએમએસથી શાંતિ થઇ, પરંતુ એમટીએનએલની સિસ્ટમ એરરથી વિશ્વનાથ શેટ્ટી થોડાક કલાક માટે તો ઉંઘ હરામ થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
