આવો જોઇએ કેવી રીતે કરશો યૂટ્યૂબ પર જાદુ!
[ગેજેટ] યૂટ્યૂબ વીડિયોનો એ દરિયો છે જ્યાં આપને કરોડો વીડિયો મળી જશે, ગૂગલ યૂટ્યૂબને વધુ સારુ બનાવવા માટે સમય-સમયે નવા અપગ્રેડ પણ કરતી રહે છે જેમાંથી હાલમાં જ ઓફલાઇન વીડિયો જોવાનું ઓપ્શન એડ કરવામાં આવ્યું છે, એટલે કે ઇંટરનેટ વગર પણ આપ ક્યારેક ક્યારેક વીડિયો જોઇ શકો છો.
આ ઉપરાંત યૂટ્યૂબમાં એવી ઘણી ટ્રિક્સ પણ છે જે અંગે આપને જાણ જ નહીં હોય અથવા તો આપને કોઇએ જણાવ્યું નહીં હોય. અત્રે અમે આ લેખ થકી આપને જણાવી રહ્યા છીએ કે આપ યૂટ્યૂબ પર કેવી રીતે જાદુ કરી શકશો...
તસવીરો પ્રમાણે વાંચો...

યૂટ્યૂબ સ્ક્રીન
યૂ ટ્યૂબ સર્ચમાં જઇને use the force luke ટાઇપ કરો અને તેને સર્ચ કરો, પછી જુઓ આપની સ્ક્રીનમાં યૂટ્યૂબ કેવી રીતે ઝૂમવાનું ચાલુ કરી દે છે.

સેકેંડ મેજિંગ
આપના યૂટ્યૂબ સર્ચમાં beam me up scotty ટાઇપ કરીને જુઓ કે શું મેઝિક થાય છે.

વીડિયો ડાઉનલોડ
સ્ક્રીનમાં આપવામાં આવેલ યૂટ્યૂબ યુઆરએલમાં www બાદ ss લગાવો પછી યુઆરએલ લખો. ત્યારબાદ કોઇ પણ વીડિયો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

રિસ્ટ્રિક્ટેડ વીડિયો કેવી રીતે જોશો
જો આપની સ્ક્રીન પર કેટલાંક વીડિયો આવા વેરીફીકેશન માંગતા હોય, તો તેના માટે યૂટ્યૂબના યૂઆરએલમાં 'watch?' ને હટાવી દો અને સાથે જ v= ના સ્થાને v/ લખી દો.

doge meme
પોતાના યૂટ્યૂબ સર્ચમાં doge meme સર્ચ કરો અને જુઓ કે આપનું યૂટ્યૂબ કેવું રંગબેરંગી થઇ જાય છે.

જીઆઇએફ ઇમેજ
યૂટ્યૂબ યૂઆરએલમાં gif શબ્દ જોડી દઇને આપના યૂટ્યૂબ વીડિયો જફિ ઇમેજમાં બદલાઇ જશે.

કીબોર્ડ શોર્ટકટ
આ રહ્યા યૂટ્યૂબની કેટલાંક શોર્ટકટ કી...
k= Pause/play.
j= Rewind the video 10 seconds.
l= Fast forward the video 10 seconds.
m= Mute the video.

વીડિયો પ્લે ટાઇમ
જો આપ એક નિશ્ચિંત સમયમાં યૂટ્યૂબ વીડિયો પ્લે કરવા માંગતા હોવ તો તેના માટે આપ યુઆરએલમાં #t=1m2s અથવા #t=62s લખીને વીડિયો પ્લે કરી શકો છો.

કીબોર્ડથી યૂટ્યૂબ ઓપરેટ કરવા માટે
જો આપ આપના કીબોર્ડથી યૂટ્યૂબ ઓપરેટ કરવા માંગતા હોવ તો... https://www.youtube.com પછી /leanback લગાવીને એન્ટર બટન દબાવી દો.

ઓટો પ્લે ડિસેબલ કરવા માટે
યૂટ્યૂબના પેજ પર સાઇડ બાજુ આપવામાં આવેલ ઓટો પ્લે બટનને સ્લાઇડ કરીને ઓફ કરી દો આપના વીડિયો એની જાતે જ પ્લે નહી થાય.












Click it and Unblock the Notifications
