આકાશમાં વિહરતા વિમાનની જાણવા જેવી રોચક વાતો
આપણી ઉપર આકાશમાં દરરોજ અનેક માત્રામાં પ્લેન ઉડતા આપણે જોઇએ છીએ, અને જો એરપોર્ટ નજીક હોય તો તેના ભારે અવાજથી આસપાસનું વાતવરણ એક સમયે ગાજી ઉઠે છે. જ્યારે પણ તમે કોઇ વિમાનને આ રીતે ઉડતાં જોતા હશે ત્યારે વિચારતા હશે કે એક સાથે હજારોથી વધુની માત્રામાં માનવીઓને લઇને આકાશમાં પ્લેન કેવી રીતે ઉડી શકતું હશે. જેનું પોતાનું વજન જ અધધ હોય છે તે બીજી કેટલી બધી સામગ્રી અને માનવીઓને લઇને એકદમ સહેલાયથી આકાશમાં એક પક્ષીની માફક કેવી રીતે વિહરતું હશે, આ ઉપરાંત પ્લેનમાં એવી તે કઇ કઇ ખાસિયત અને સુવિધાઓ હોય છે જે પ્લેનને કોન્ટ્રોલમાં રાખતી હશે.
તો તમારા મનમાં ઉઠતાં આવા જ કેટલાક પ્રશ્નો અને મુઝવણોને દૂર કરવા માટે અમે અહીં પ્લેન સાથે જોડાયેલી કટલીક રોચક અને રસપ્રદ બાબતો લઇને આવ્યા છીએ. જેમાં પ્લેનની અંદર રહેલા બ્લેક બોક્સ, દરવાજા અને તેની રચના પર આછેરી માહિતી આપે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિમાન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો.

વિમાનનો ભય
વિમાનના લેન્ડિંગ અને ફ્લાઇંગ સમયે અનેક લોકોમાં વિમાનમાં મુસાફરી કરવાનો ભય હોય છે, તેવું લોકો માને છે પરંતુ ખરા અર્થમાં 100માંથી 3 લોકો એવા હોય છે કે જેઓને વિમાનમાં ડર લાગે છે.

બ્લેક બોક્સ
મોટાભાગના લોકોએ પ્લેનના બ્લેક બોક્સ અંગે સાંભળ્યું હશે. આ એક સ્પેશિયલ ડિવાઇસ છે જે દર સેકન્ડે ફ્લાઇટમાં બનતી ઘટનાઓને રેકોર્ડ કરે છે, પરંતુ મજાની વાત એ છે કે તે કોઇ બોક્સ નથી અને ના તો તેનો કલર બ્લેક છે. તે એક બોલ જેવા આકારમાં હોય છે અને તેનો રંગ ઓરેન્જ અથવા તો રેડ હોય છે.

એરોપ્લેન સેફ્ટી
આ શબ્દનો ઉંધો અર્થ લઇ લેવામાં આવ્યો છે. મોટાભાગના એવું માને છે કે, એરોપ્લેન સેફ્ટી એટલે કે પ્લેન ક્રેશના સંદેશો અથવા અન્ય ખતરાની સજાગ રહેવાની વાત હશે પરંતુ ખરા અર્થમાં એરોપ્લેન સેફટીનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે વાપરવામાં આવે છે. જેથી કરીને પ્લેન ક્રેશ દરમિયાન કે પછી ટ્રાવેલિંગ સમયે પ્લેનમાં વોકિંગ કરો તો તમને નુક્સાન ના પહોંચે.

રોબોટ પાઇલોટ
હાલના સમયે અનેક ફ્લાઇટ રોબોટ પાઇલોટ પર હોય છે, જેથી પાઇલોટ્સને મશિન ચેક કરવાનો, નાસ્તો કરવાનો અથવા તો ન્યુઝપેપર વિગેરે વાચવાનો સમય મળી રહે, જો કે, લાંબા સમય માટે આ પ્રતિબંધિત છે, તેમ છતાં મોટા પ્રમાણમાં ફ્લાઇટમાં આ એક્ટિવિટી કરવામાં આવે છે.

ફ્યુએલ
દરેક ફ્લાઇટ ઉપડતા પહેલા તેમાં ફ્યુએલ ભરવામાં આવે છે, જો તમે એવિએશનમાં રસ ધરાવતા હોવ તો તમારે જાણવું જોઇએ કે, જો કોઇ ઇમરજન્સી હોય અને પાઇલોટ પ્લેનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરાવવા માગતો હોય તો તે પરિસ્થિતિ ફ્યુએલની કિંમત સાથે જોડાઇ જાય છે, કારણ કે એરક્રાફ્ટ ફ્યુએલ ઘણું જ મોંઘુ આવે છે અને જો તેનો બગાડ થાય તો કંપનીઓને ઘણા બધા ખોટનો સામનો કરવો પડે છે.

વિજળીના ચમકારા
વરસાદી વાતવારણમાં પણ જો હવામાન ખરાબ ના હોય તો પ્લેન સહેલાયથી ઉડતા જોવા મળે છે, ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે પ્લેન પર આકાશમાં ભયાનક અવાજ સાથે ચમકતી વિજળીની કોઇ અસર થતી હશે કે નહીં, તો તેનો જવાબ છે, ના. કારણ કે, પ્લેનમાં એક ખાસ પ્રકારની ડિવાઇસ હોય છે જે પ્લેનને આ પ્રકારના ડેમેજથી બચાવે છે. આ ડિવાઇસને પહેલીવાર 1950માં ઉપયોગમાં લેવામાં આવી હતી.

ટેક ઓફ સમયે મુશ્કેલી
1901માં કેટલાક પ્રોફેસર્સ કે જેઓ અમેરિકાના હતા તેમણે એ વાત જાહેર કરી હતી કે પ્લેન સહેલાયથી ટેક ઓફ નથી કરી શકતા કારણ કે તેઓ હવાના પ્રમાણ કરતા વધુ ભારે હોય છે. જેના કારણે એરક્રાફ્ટ રીસર્ચને આપવામાં આવતા ફંડમાં કામ મુકવામાં આવ્યો હતો. જો કે, બે વર્ષ બાદ રાઇટ બ્રધર્સ દ્વારા એક ખાસ પ્રકારનું એરોપ્લેન ડિઝાઇન કરવામાં આવ્યું અને તેણે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં નવો વિકાસ નોંધાવ્યો હતો.

બોઇંગ 767
બોઇંગ 767 એ એક અદભૂત પ્લેન છે. તેની રચનામાં વિવિધ સ્થળોના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં જાપાન, દક્ષિણ કેલિફોર્નિયા, ઇટલી વિગેરે દેશો છે.

પ્લેન પેસેન્જર
મોટીમાત્રામાં મુસાફરો પ્લેનમાં મુસાફરી કરે છે. એક સમયે નોંધાયેલા આંકડા અનુસાર 1991માં એથિઓપિયાથી 1087 લોકોએ ઉડાન ભરી હતી, જો કે તેનો સાચો આંકડો તેના કરતા પણ વધુ હોઇ શકે છે તેવું વિશષજ્ઞોનું માનવું છે.

પ્લેન ડોર
ફ્લાઇટ જ્યારે આકાશમાં ઉડતું હોય ત્યારે તેનો દરવાજો ખોલવો અસંભવ સમાન છે. દરેક પ્લેનમાં એક ખાસ પ્રકારનું ઉપકરણ સ્પેશિયલ પ્રેશર સેન્સર હોય છે, જે બ્લોક થઇ જાય છે અને દરવાજો બંધ થઇ કરી દે છે. ત્યાબાદ જ્યારે પ્લેન લેન્ડિંગ કરે છે ત્યારે અંદર અને બહારનું હવામાન મેચ થાય છે ત્યારે જ એ દરવાજો ખુલે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
