Aria AI Girlfriend : હોલિવૂડ હસીનાઓને ટક્કર આપે છે આ AI રોબોટ આરિયા, 1.5 કરોડ ખર્ચીને બનાવી શકો છો ગર્લફ્રેન્ડ

Aria AI Girlfriend : ધીરે ધીરે દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોલબાલા વધી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા રોબોટ જીવતા માણસોને ટક્કર આપી રહ્યાં છે.

હાલ દુનિયામાં આવા જ એક રોબોટની ખુબ ચર્ચા છે. AI સંચાલિત આ રોબોટ ખૂબસૂરતીમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે અને તમારી સાથે તમારી ગર્લફ્રેન્ડ બનીને સમય પણ રહી શકે છે.

Aria AI Girlfriend

AI થી ચાલતા આ રોબોટનું નામ આરિયા રાખવામાં આવ્યું છે. અમેરિકન ટેક કંપની રીઅલબોટિક્સે આ અનોખી AI રોબોટ ગર્લફ્રેન્ડ બનાવી છે. આ રોબોટની ખાસ વાત એ છે કે તે માણસોની જેમ જ વાત કરે છે અને પોતાની લાગણીઓ પણ શેર કરી શકે છે. કંપનીનો દાવો છે કે Aria હંમેશા તમારી સાથે એક વિશ્વાસુ સાથીની જેમ રહેશે.

જણાવી દઈએ કે, Aria ને રિયલ માણસો જેવો અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે ચહેરાના હાવભાવની નકલ કરી કરવા સિવાય માણસો જેવી પ્રતિક્રિયાઓ આપે છે. તમે ઈચ્છા મુજબ આ રોબોટનો દેખાવ પણ બદલી શકો છે.

આ રોબોટ Aria ની કિંમત 175,000 ડોલર (આશરે રૂ. 1.5 કરોડ) રાખવામાં આવી છે, જે તેને એક લક્ઝરી ટેકનોલોજી પ્રોડક્ટ બનાવે છે. કંપનીએ તેને ત્રણ વર્ઝનમાં રજૂ કર્યું છે. આમાં 10 હજાર ડોલરની કિંમતનું બસ્ટ મોડેલ, 150 હજાર ડોલરની કિંમતનું મોડ્યુલર વર્ઝન અને 1 લાખ 75 હજાર ડોલરની કિંમતનું રોલિંગ બેઝ ધરાવતું સ્ટેન્ડિંગ મોડેલ શામેલ છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આરિયાનો વીડિયો શેર કર્યો અને તેને મહિલા રોબોટ સાથી ગણાવી. રીઅલબોટિક્સના સીઈઓ એન્ડ્રુ કિગુએલે કહ્યું કે તેમનો પ્રયાસ એવા રોબોટ બનાવવાનો છે જે માણસોથી અલગ ન લાગે. આ સાથે આરિયાની કિંમત પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે.

કેટલાક કહે છે કે એક વૈભવી ફ્લેટ 1.5 કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે, જ્યારે કેટલાક કહે છે કે તે વાસ્તવિક ગર્લફ્રેન્ડ કરતા ઓછી ખર્ચાળ છે. એરિયા માત્ર ટેકનોલોજીમાં ક્રાંતિ જ નથી, પરંતુ માનવ અને રોબોટ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું એક નવું ઉદાહરણ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X