ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હોલ ટિકિટ અંગે સામે આવી અપડેટ
ધો.10 અને 12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ ક્યાંથી અને કેવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે.
ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે. જે બાદ શાળાઓ સહી-સિક્કા કરી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની રહેશે. ધો. 10 માટે બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. ધો. 12 માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિમિક શિક્ષણ બોર્ડે આંક જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ-10માં 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે 14.28 લાખમાં 12 લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો 1.15 લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-10 અને 12ની પરીક્ષાના મળીને કુલ 14.28 લાખ વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપશે.

Click it and Unblock the Notifications