આ સ્માર્ટફોન્સ છે કોલેજ સ્ટૂડન્ટ્સ માટે શાનદાર
કોલેજના પહેલા દિવસે મનમાં એક ભય પણ રહે છે કે, ક્યાંક કોઇ સીનિયર રેગિંગના કરે. તો બીજી તરફ કોલેજમાં આવવાની ખુશી પણ, તેવામાં જો તમારી પાસે એક સારો સ્માર્ટફોન હોય તો પોતાના મિત્રોને કોલેજ અંગે બતાવવામાં અદભૂત મજા આવે છે.
હવે સ્કૂલથી કોલેજમાં આવતા જ મોબાઇલ મળવો થોડો મુશ્કેલ બની જાય છે, તેના માટે માતા-પિતાને સમજાવવા પડે છે અને તેમા પણ સ્માર્ટફોનનું નામ સાંભળતા જ વાલીઓના મનમાં સૌથી પહેલા ફોનની કિંમત અંગેનો પ્રશ્ન ઉઠવાં લાગે છે.
પરંતુ બજારમાં વધી રહેલી સ્પર્ધાના કારણે તમામ કંપનીઓ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં લાગેલી છે. તેથી તમારે પરેશાન થવાની જરૂર નથી, હવે સહેલાયથી તમે એક શાનદાર ફોર્ન સ્માર્ટફોન ઓછી કિંમતમાં ખરીદી શકો છો. જો તમે બજારમાં હાજર અધધ સ્માર્ટફોનમાંતી તમારી પસંદનો સ્માર્ટફોન લેવાને લઇને મુઝવણમાં છો તો અમે તમારા માટે અહીં એવા જ કટેલાક સ્માર્ટફોન લઇને આવ્યા છીએ, જેની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. તો ચાલો તસવીરો થકી મેળવીએ બજેટમાં સેટ થઇ જાય તેવા સ્માર્ટફોન અંગે.

સેમસંગ ગેલેક્સી યંગ એસ 6312
સ્ક્રિનઃ- 3.2 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ- વી4.1 એન્ડ્રોઇડ જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ એ5 પ્રોસેસર
રેમઃ- 768 એમબી
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી

કાર્બન એસ2 ટાઇટેનિયમ
સ્ક્રિનઃ- 5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એફ એસ 6812
સ્ક્રિનઃ- 3.5 ઇન્ચ ટીએફટી ટચસ્ક્રિન
ઓએસઃ- વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝન પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી

નોકિયા આશા 501
સ્ક્રિનઃ- 3 ઇન્ચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- આશા ઓએસ
મેમરીઃ- 32 જીબી રેમ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

એચટીસી ડિઝાયર સી
સ્ક્રિનઃ- 3.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 600 મેગાહર્ટ્ઝ સ્કોરિયન પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1230 એમએએચ બેટરી

સોની એક્સપિરિયા ઇ ડ્યૂએલ
સ્ક્રિનઃ- 3.5 ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ સ્નેપડ્રેગન પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1530 એમએએચ બેટરી.

એપલ આઇફોન 3જી
સ્ક્રિનઃ- 3.5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- આઇઓએસ 4.2.1.
પ્રોસેસરઃ- 412 મેગાહર્ટ્ઝ
રેમઃ- 128 એમબી
મેમરીઃ- 8/16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- નોન રીમુવેબલ એલઆઇ આઇઓએ બેટરી

માઇક્રોમેક્સ એ 92 કેનવાસ લાઇટ
સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેટેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ-1 ગીગાહર્ટ્ઝન ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

એલજી ઓપ્ટિમસ એલ 32 ડ્યુએલ આ 435
સ્ક્રિનઃ- 3.2 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1540 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ટિપ્પો ડ્યુએલ
સ્ક્રિનઃ- 3.2 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 800 મેગાહર્ટ્ઝ સ્કોર્પિયન પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ
બેટરીઃ- 1500 એમએએચ બેટરી












Click it and Unblock the Notifications
