Common Charger Regulation : ભારતમાં તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં Type-C ફરજીયાત થશે
Common Charger Regulation : ભારતીય સ્માર્ટફોન અને iPhone યુઝર્સ માટે એક એક સારા પરંતુ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો ભારત બહુ જલ્દી કોમન ચાર્જર પોર્ટ પોલિસી અપનાવવા જઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર, ભારત સરકારે 2024ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન અને ટેબલેટ માટે USB Type-C ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. આનાથી સ્પષ્ટ છે કે iPhoneમાં પણ Type-C પોર્ટ મળશે.

કોમન ચાર્જર પોર્ટ નિયમ અનુસાર, તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક જ પ્રકારના ચાર્જરનો ઉપયોગ થવો જોઈએ. આનો અર્થ એ છે કે તમારે વિવિધ ઉપકરણો માટે જુદા જુદા ચાર્જરની જરૂર નહીં પડે.
આ નિયમ ગ્રાહકોની સુવિધા વધારવા અને ઈલેક્ટ્રોનિક કચરો ઘટાડવા માટે બનાવવામાં આવ્યો છે. એકવાર આ નિયમ ભારતમાં લાગુ થઈ ગયા પછી તમામ સ્માર્ટફોન, ટેબલેટ, કેમેરા અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં સમાન પ્રકારના ચાર્જર પોર્ટનો ઉપયોગ કરવામાં આવશે.
આ દેશોમાં આ નિયમ પહેલાથી જ અમલમાં છે
યુરોપિયન યુનિયન (EU): યુરોપિયન યુનિયનએ ઓક્ટોબર 2024 થી સામાન્ય ચાર્જર પોર્ટ નીતિ લાગુ કરી છે. આ નીતિ હેઠળ, તમામ સ્માર્ટફોન, ટેબલેટ, ડિજિટલ કેમેરા, હેડફોન, હેડસેટ્સ, હેન્ડહેલ્ડ વિડિયો ગેમ કન્સોલ અને પોર્ટેબલ સ્પીકર્સે યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવો પડે છે.
બ્રાઝિલ : બ્રાઝિલની રાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન એજન્સી (એનાટેલ) એ પણ સ્માર્ટફોન માટે એકમાત્ર ચાર્જર પોર્ટ તરીકે USB Type-C અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સંભવિત લાભો
પર્યાવરણીય સંરક્ષણ : વિવિધ પ્રકારના ચાર્જરની જરૂરિયાતને દૂર કરીને ઇલેક્ટ્રોનિક કચરામાં ઘટાડો થશે.
ઓછો ખર્ચ : ગ્રાહકોને તેમના ખર્ચમાં ઘટાડો કરીને અલગ ચાર્જર ખરીદવાની જરૂર નહીં રહે.
સુવિધા : સિંગલ ચાર્જરનો ઉપયોગ ગ્રાહકો માટે મુસાફરી અને રોજિંદા જીવનમાં સગવડ વધારશે.












Click it and Unblock the Notifications
