એક એવુ AC જે લાગશે બેડ પર, થોડી જ વારમાં આપશે બેસ્ટ કૂલિંગ, કિંમત સાવ સસ્તી
આજે અમે તમારા માટે એક એવુ એર કંડીશનર લઈને આવ્યા છે જે તમારી બેડની મેટ્રેસ પર ફીટ થઈ જાય છે. જાણો તેના વિશે વિસ્તારથી..
નવી દિલ્લીઃ ઘરની બારી પર અને દીવાલમાં લગાવવામાં આવતા સ્પ્લિટ અને વિંડો એર કંડીશનર તો તમે જોયા હશે. જો કે, આ બંને એર કંડીશનર તમને કૂલિંગ આપવામાં થોડી મિનિટોનો સમય જરુર લે છે. આજે અમે તમારા માટે એક એવુ એર કંડીશનર લઈને આવ્યા છે જે તમારી બેડની મેટ્રેસ પર ફીટ થઈ જાય છે અને જેવા તમે આના પર આડા પડશો એવુ તે જોરદાર કૂલિંગ આપવા લાગે છે. આ આખી પ્રોસેસમાં બિલકુલ સમય નથી લાગતો. તમે ઘરના કોઈ પણ ખૂણામાં હોય આ એર કંડીશનર તમારા બેડની મેટ્રેસને ઠંડી કરી દે છે. આવો જાણીએ આ એર કંડીશનર વિશે વિસ્તારથી.

તમને જણાવી દઈએ કે આ એર કંડીશનર અલીબાબા ડૉટકૉમ પર મળી રહ્યુ છે અને તેની કિંમત 15,000 રૂપિયાથી 16,000 રૂપિયા વચ્ચેની છે. આ એર કંડીશનર એક નહિ પરંતુ બે યુનિટ્શથી મળીને બને છે. આ બંને યુનિટ્સ મળ્યા પછી આ એર કંડીશનર કમ્પ્લીટ થાય છે.
કેવી રીતે કરે છે કામ
ઉલ્લેખનીય છે કે આ એર કંડીશનર અસલમાં એક મેટ્રેસ સાથે આવે છે જેનાથી તેને જોડવામાં આવી શકે છે. એક પાઈપની મદદથી આ એર કંડીશનરને મેટ્રેસ સાથે જોડવામાં આવે છે જે બેડ પર ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ આ એર કંડીશનર કૂલિંગ કરવાનુ શરુ કરે છે. વાસ્તવમાં એ ઠંડી હવા સીધી મેટ્રેસની અંદર જવા લાગે છે ત્યારબાદ એ કૂલ થવાનુ શરુ થાય છે અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આના પર આડુ પડે તો તેને કૂલિંગ અનુભવાય છે.












Click it and Unblock the Notifications
