અદાણી ડિફેન્સ MPમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી મિસાઈલ ઈકોસિસ્ટમ સ્થાપશે

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે રવિવારે મધ્ય પ્રદેશના શિવપુરીમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની સંકલિત મિસાઈલ ઉત્પાદન ઈકોસિસ્ટમ ગણાવીને તેનો શિલાન્યાસ કર્યો હતો. આ ₹2,500 કરોડના પ્રોજેક્ટથી અંદાજે 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે અને સાથે જ ભારતની સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવશે.

Gautam Adani

અદાણી ડિફેન્સે મધ્ય પ્રદેશમાં મિસાઈલ ઈકોસિસ્ટમ શરૂ કરી

ભૂમિપૂજન સમારોહમાં બોલતા જીત અદાણીએ જણાવ્યું હતું કે, આગામી ફેસિલિટી (સુવિધા) દક્ષિણ એશિયામાં ખાનગી ક્ષેત્રની પ્રથમ ઈકોસિસ્ટમ હશે જે કાચા માલથી લઈને મિશન માટે તૈયાર મિસાઈલ પ્રણાલીઓ સુધીની સંપૂર્ણ મિસાઈલ ઉત્પાદન વેલ્યુ ચેઈનને એક જ છત નીચે લાવશે. આ પ્રોજેક્ટને એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવતા અદાણીએ જણાવ્યું હતું કે, આ સુવિધા મધ્યમ અને લાંબા અંતરની મિસાઈલ પ્રણાલીઓનું ઉત્પાદન કરશે અને આયાતી સંરક્ષણ સાધનો પર ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ પ્રોજેક્ટમાં કમ્પોઝિટ પ્રોપેલન્ટ મેન્યુફેક્ચરિંગ, ટીએનટી (TNT) ઉત્પાદન અને એક્સપ્લોઝિવ-ગ્રેડ મટિરિયલ મેન્યુફેક્ચરિંગનો પણ સમાવેશ થશે, જે તેને દેશની સૌથી સંકલિત મિસાઈલ ઉત્પાદન સુવિધાઓમાંની એક બનાવશે.

આ પ્રોજેક્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે 50 થી વધુ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) ને સાંકળીને એક વિશેષ સંરક્ષણ સપ્લાય ચેઈન વિકસાવવામાં પણ મદદ કરશે.

રાજ્યમાં ગ્રૂપની વધતી જતી હાજરી પર પ્રકાશ પાડતા, જીત અદાણીએ યાદ કર્યું કે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ગયા વર્ષે ભોપાલમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન મધ્ય પ્રદેશમાં ₹1.10 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણો હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, માઇનિંગ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જીમાં ફેલાયેલા છે, જેનો લક્ષ્યાંક 2030 સુધીમાં 1.2 લાખ રોજગારી ઊભી કરવાનો છે.

તેમણે જણાવ્યું હતું કે જૂથે કટની જિલ્લામાં તેના અમેથા અને કૈમોર સિમેન્ટ પ્લાન્ટમાં ₹4,000 કરોડથી વધુનું રોકાણ કરી દીધું છે. અદાણી પાવર હાલમાં મધ્ય પ્રદેશને 1,200 મેગાવોટ વીજળી પુરી પાડે છે, જ્યારે વધારાની 5,600 મેગાવોટની ક્ષમતા વિકાસ હેઠળ છે. કંપનીએ ઉજ્જૈનમાં નવા સિમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવા ઉપરાંત લાહોરી, ધાર, રતલામ અને ઉજ્જૈનમાં વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ પણ કાર્યરત કર્યા છે. ગુનામાં તાજેતરમાં શરૂ કરાયેલા ₹1,060 કરોડના સિમેન્ટ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જીત અદાણીએ જણાવ્યું હતું કે તે જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું ઔદ્યોગિક રોકાણ છે.

ભારતના સંરક્ષણ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન

સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનના મહત્વ પર ભાર મૂકતા જીત અદાણીએ જણાવ્યું હતું કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ છે. તેમણે નોંધ્યું હતું કે અદાણી ડિફેન્સ સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને મજબૂત કરવા અને આયાત નિર્ભરતા ઘટાડવા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને ભારતીય સશસ્ત્ર દળો સાથે મળીને કામ કરી રહ્યું છે.

તેમણે રેખાંકિત કર્યું કે ગ્વાલિયરમાં કંપનીની સંરક્ષણ ઉત્પાદન સુવિધા પહેલેથી જ તેની લાઇટ મશીન ગન (LMGs), એસોલ્ટ રાઇફલ્સ અને કાર્બાઇનનું સંપૂર્ણ ઉત્પાદન કરે છે. તેમના જણાવ્યા મુજબ, કંપનીએ નિર્ધારિત સમય કરતાં 11 મહિના વહેલા ભારતીય સશસ્ત્ર દળોને 2,000 લાઇટ મશીન ગન પહોંચાડી દીધી છે.

શિવપુરી મિસાઈલ ઈકોસિસ્ટમ ગ્વાલિયર ડિફેન્સ કોમ્પ્લેક્સના પૂરક તરીકે કામ કરશે તેમ જણાવતા જીત અદાણીએ કહ્યું કે આ બંને સુવિધાઓ મધ્ય પ્રદેશમાં સંરક્ષણ નવીનતાના જોડિયા કેન્દ્રો તરીકે ઉભરી આવશે, જે ભારતની વ્યૂહાત્મક અને ઉત્પાદન ક્ષમતાઓમાં નોંધપાત્ર યોગદાન આપશે. આ શિલાન્યાસ સમારોહમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યના ઉર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમર, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X