Honor 90 5G Launch : આજે લોન્ચ થશે 200 MP વાળો ફોન, જાણો અન્ય ફીચર્સ અને કિંમત
Honor 90 5G Launch : 512 GB સ્ટોરેજ અને 200 મેગાપિક્સલનો કેમેરો ધરાવતો દમદાર સ્માર્ટફોન Honor 90 5G આજે લોન્ચ થશે. Honor 90 5G સ્માર્ટફોન બપોરે ભારતીય ગ્રાહકો માટે બજારમાં ઉપલ્બ્ધ કરવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, કંપનીએ ફોન (Honor 90 5G)ને ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન આ વર્ષે મે મહિનામાં પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યો હતો.

હવે ભારતીય બજારોમાં પાવરફુલ ફીચર્સવાળા ફોન લાવવામાં આવી રહ્યા છે. ફોન (Honor 90 5G)ના લોન્ચ પહેલા જ તેના કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, Honor 90 5G ની કઈ વિશેષતાઓ તેને ખાસ બનાવે છે.
વધુ રેમ અને સ્ટોરેજ - Honor 90 5G તમારું દિલ જીતી શકે છે, કારણ કે ફોન 19 GB રેમ સુધીના વિકલ્પ સાથે લાવવામાં આવી રહ્યો છે. ફોનમાં 7 GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ મળશે. આ સાથે ફોનમાં 512 GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ ઉપલબ્ધ થશે. ફોન ભારતમાં 8GB + 256 GB, 12 GB + 256 GB અને 12 GB + 512 GB વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે.
કેમેરા ક્વોલિટી - Honor 90 5Gને કંપની દ્વારા ચીનમાં 200-મેગાપિક્સલના પ્રાથમિક સેન્સર સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ પર લાવ્યો છે અને 12-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ અને 2-મેગાપિક્સલ મેક્રો લેન્સ સાથે આવે છે. સેલ્ફી ક્લિક કરવા માટે ફોનમાં 50-મેગાપિક્સલનો સેન્સર છે.
આકર્ષક રંગ - કંપની Honor 90 5G ડાયમંડ સિલ્વર, એમરાલ્ડ ગ્રીન, મિડનાઈટ બ્લેક અને પિકોક બ્લુ જેવા આકર્ષક રંગોમાં ઓફર કરે છે. ફોન ભારતીય ગ્રાહકો માટે આ કલર વિકલ્પો સાથે પણ લાવી શકાય છે.
શક્તિશાળી બેટરી - Honor 90 5G ભારતીય ગ્રાહકો માટે 5,000 mAhની મજબૂત બેટરી સાથે લાવવામાં આવી રહ્યું છે. આ સાથે, યુઝર્સને ફોનમાં 66 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે.
પ્રોસેસર અને કનેક્ટિવિટી ફીચર્સ - Honor નવો સ્માર્ટફોન Qualcomm Snapdragon 7 Gen 1 ચિપસેટ સાથે લાવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે ફોન 720p વીડિયો ક્વોલિટી પર 20 કલાક સુધી ચાલી શકે છે. ફોનમાં બ્લૂટૂથ 5.2, 5G, 4G LTE, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, GPS, NFC જેવા ફીચર્સ હશે.
HTech India આ ફોન ભારતમાં આજે બપોરે 12:30 કલાકે લોન્ચ કરવા જઈ રહ્યું છે. Honor 90 5G ફોન Amazon પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત ભારતીય બજારમાં 29,290 જેટલી હોય શકે છે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
