કેવી રીતે પસંદ કરશો સૌથી સારો સ્માર્ટફોન
આજના સમયમાં મોબાઇલ માર્કેટની વાત કરવામાં આવે તો વિશ્વ ભરમાં અને ભારતીય મોબાઇલ માર્કેટમાં સ્માર્ટફોનનું ચલણ વધ્યું છે. ધીરે-ધીરે સ્માર્ટફોન ભારતના મોબાઇલ માર્કેટને કવર કરી રહ્યું છે અને મોટાભાગની કંપનીઓ દ્વારા સતત એક પછી એક શાનદાર સ્માર્ટફોન ભારતીય મોબાઇલ ફોન બજારમાં મુકવામાં આવી રહ્યાં છે.
ત્યારે ચોક્કસપણે તમારા માટે કયો સ્માર્ટફોન ખરીદવો તે મુશ્કેલી ઉભી કરી શકે છે, જો તમે પણ આ મુંઝવણ અનુભવી રહ્યાં હોવ તો અમે અહીં તમારી આ મુંઝવણને ઓછી કરવા માટે કેટલીક ટીપ્સ લઇને આવ્યા છીએ, જે તમારી આ મુંઝવણને ઓછી કરવામાં સહાયતા કરશે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ટીપ્સ.

તમારું બજેટ જૂઓ
સ્માર્ટફોન ખરીદતા પહેલા તેના ફીચર તોમ મહત્વ ધરાવે જ છે, પરંતુ સૌથી પહેલા પોતાના બજેટ પર નજર દોડાવો, કારણ કે જો તમે પહેલાં તમારું બજેટ નિર્ધારિત કરી લેશો તો આ બજેટની અંદર તમને કયું સ્માર્ટફોન મળી જશે, નહીંતર જો તમે મોંઘા ફોન લેવાના ચક્કરમાં પડશો તો માર્કેટમાં 40 હજાર રૂપિયા સુધી સ્માર્ટફોન તમને મળી જશે.

તમારી જરૂરિયાત જૂઓ
તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન ખરીદો, જેમકે તમને ફોનમાં કેમેરા ફીચર વધુ વધારે જોઇએ છીએ કે અથવા તો વીડિયો અને મૂવી જોવી છે. તે પ્રમાણે સ્માર્ટફોન પંસદ કરો.

સ્માર્ટફોન ઓએસ
મોટાભાગના સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓએસ અને વિન્ડો 8 ઓએસ પ્લેટફોર્મ હોય છે, હવે એ તમારા પર નિર્ભર કરે છે કે તમે કયો સ્માર્ટફોન લેવા માંગો છો, તેથી એન્ડ્રોઇડ અથવા વિન્ડો ઉપરાંત જે ઓએસવાળા સ્માર્ટફોન લો તેને પ્રયોગ કરીને જોઇ લો.

ફોન ફીચર
સ્માર્ટફોન લેતા પહેલા તેના ફીચર્સ પર નજર નાંખી લો અને આ વાતને ચકાસી લો તેમાં આપવામાં આવેલા ફીચર લીસ્ટ છે કે નહીં.

સરખામણી કરી લો
ફોન ખરીદતા પહેલા તેના મોડલની કિંમત બીજા સ્ટોરમાં જાણી લો, બની શકે કે બીજા સ્ટોરમાં તમને કોઇ ઓફર મળી જાય.












Click it and Unblock the Notifications
