
શું તમારું વોટ્સઅપ નથી ચાલી રહ્યું? આટલું કરો
વોટ્સઅપ આપણા જીવનનું અભિન્ન અંગ થઇ ગયું છે. આપણી સવાર તેને ચેક કરવાથી થાય છે અને રાતે સૂતા પહેલા પણ આપણે છેલ્લે એક વાર તેને દેખવાનું નથી છોડતા. ત્યારે એક દિવસ અચાનક જ તમારું વોટ્સઅપ ચાલતું બંધ થઇ જાય તો?
કોઇ પણ નંબર વગર વોટ્સઅપ ચલાવો આ રીતે!
ત્યારે શું કરવું તે વાતનો ઉત્તર જાણવા વાંચો આ લેખ. અને હા આ લેખને વોટ્સઅપ પર શેયર કરવાનું ના ભૂલતા જેથી કરીને કોઇ અટવાઇ જાય તો તેને કામ આવી શકે. તો વાંચો તમારું વોટ્સઅપ કામ કરતું બંધ થઇ જાય તો શું કરવું?
કારણ 1
જો તમારો ફોન એન્ડ્રોઇડ 2.1થી ઓછો હોય તો તમારું વોટ્સઅપ નહીં ચાલે. તે સિવાય, 2016ના અંતમાં એન્ડ્રાઇડ 2.1 અને 2.2 વર્ઝનના ફોનમાં પણ વોટ્સઅપ ચાલતા બંધ થઇ જશે. અધિકૃત વેબસાઇટથી ઇસ્ટોલ કરવા માટે તમારે સેટિંગમાં જઇને Unknown Sourcesને એનએબલ કરવું પડશે.
કારણ 2
જો તમે તમારા વોટ્સઅપને ટેબલેટમાં સિન વગર એક્ટિવેટ કરવા જઇ રહ્યા છો તો તમારે કોઇ નંબર જોઇએ. નંબર વગર આ એપ નહીં ચાલે.
કારણ 3
જો તમારા ફોનમાં નેટવર્ક ધીમું હશે કે વાઇ ફાઇ કનેક્ટ નહીં હોય તો ઓફલાઇન આ એપ નહીં ચાલે. આ માટે તમારે ઇન્ટરનેટ જોયશે.
કારણ 4
જો એપ ઇનસ્ટોલ કર્યા પછી તમારું કોઇ પરિચિત આ એપમાં નથી દેખાઇ રહ્યું તો તમારો નંબર એક વાર ચેક કરી લો. બની શકે તમે ખોટો નંબર આપ્યો હોય.
કારણ 5
પોતાની પ્રોફાઇલને હાઇડ કરવાના ચક્કરમાં પણ ધણીવાર આવું થતું હોય છે.