For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્માર્ટફોનને કેવી રીતે બનાવીએ રિમોટ કંટ્રોલ?

|
Google Oneindia Gujarati News

રિમોટ કંટ્રોલ એટલે કે એક એવી ડિવાઇસ, જેની મદદથી તમે અન્ય બીજા ગેજેટ કંટ્રોલ કરી શકો છો. જેમ કે ટીવી રિમોટ, કાર રિમોટ, હોમ એપ્લાયન્સ રિમોટ, પરંતુ અલગ-અલગ ડિવાઇસને કંટ્રોલ કરવા માટે અલગ-અલગ રિમોટ પ્રયોગ કરવા કરતા સારુ છે કે એક એવું રિમોટ હોય, જેની મદદથી તમે તમામ ડિવાઇસને કંટ્રોલ કરી શકો.

આ પ્રકારના રિમોટને યુનિવર્સલ રિમોટ કંટ્રોલ પણ કહેવામાં આવે છે. બજારમાં તમને આવા અનેક યુનિવર્સલ રિમોટ કંટ્રોલ મળી જશે, પરંતુ તમારા પાસે એક સારો સ્માર્ટફોન છે તો તેને પણ તમે રિમોટ કંટ્રોલ તરીકે ઉપયોગમાં લઇ શકો છો. બસ એ માટે તમારે તમારા સ્માર્ટફોનમાં કેટલીક એપ્લીકેશન ઇન્સટોલ કરવી પડશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કેવી રીતે સ્માર્ટફોનનો ઉપયોગ કરવો રિમોટ કંટ્રોલ તરીકે.

કારને મોબાઇલથી સ્ટાર્ટ કરવા માટે

કારને મોબાઇલથી સ્ટાર્ટ કરવા માટે

વાઇપર સ્માર્ટસ્ટાર્ટ એપ્લીકેશનની મદદથી તમે તમારા સ્માર્ટફોનથી કારને માત્ર લોક અને અનલોક જ નથી કરી શકતા પરંતુ કારને સ્ટાર્ટ કરવાની સાથે તેનું લોકેશન સર્ચ પણ કરી શકો છો. વાઇપર સ્માર્ટસ્ટાર્ટને ગુગલ પ્લે સ્ટોર ઉપરાંત આઇટ્યુન અને વિંડો ફોનમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.

હોમ એપ્લાયન્સ કંટ્રોલ કરવા માટે

હોમ એપ્લાયન્સ કંટ્રોલ કરવા માટે

હોમ ઓટોમેશન બનાવવા માટે કંપની કેસ્ટ્રોન પણ મોબાઇલ રિમોટ કંટ્રોલ એપ્લીકેશન પ્રોવાઇડ કરે છે, જેની મદદથી તમે તમારા સ્માર્ટફોનનો રિમોટ કંટ્રોલની જેમ ઉપયોગ કરી શકો છો. એપ્લીકેશન વાઇફાઇની મદદથી કનેક્ટ થઇને હોમ એપ્લાયન્સને કંટ્રોલ કરે છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે એપ્લીકેશન બે વર્ઝનમાં છે, જેમાં પહેલું વર્ઝન ફ્રી છે અને બીજા વર્ઝન પ્રોને ડાઉનલોડ કરવા માટે 5 હજાર રૂપિયા આપવા પડશે. આ ઉપરાંત આ એપ્લીકેશન આઇટ્યુન્સમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.

કોમ્પ્યુટરને ડાઉનલોડ કરવા માટે

કોમ્પ્યુટરને ડાઉનલોડ કરવા માટે

પીસીને કંટ્રોલ કરવા માટે તમે તમારા સ્માર્ટફોનમાં જીમોટ એપ્લીકેશન ફ્રીમાં ઇનસ્ટોલ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઇલમાં જીમોટ ક્લાયન્ટ એપ્લીકેશ ઇનસ્ટોલ કરવી પડશે, ત્યારબાદ પીસીમાં જીમોટ સર્વર ઇનસ્ટોલ કરવી પડશે. સર્વર ઇનસ્ટોલ થયા બાદ તમે તમારા ફોનથી પીસીને કંટ્રોલ કરી શકો છો.

ટચ માઉસ એપ

ટચ માઉસ એપ

લોજિટેકની નવી એપ્લીકેશનથી તમે તમારા આઇફોન અને આઇપેડ ટચને તમારા પીસીના કીબોર્ડ અથવા ટ્રેક પેડની જેમ ઉપયોગમાં લઇ શકો છો. ટચ માઉસને વાઇફાઇની મદદથી પ્રયોગ કરી શકાય છે.

English summary
how use your smartphone as universal remote control news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X