પેન્ટની ઝિપ ખુલ્લી હશે તો નોટીફિકેશન આવશે, જોઈ લો આવી ગયુ છે સ્માર્ટ પેન્ટ
દુનિયા બહુ જડપથી સ્માર્ટ બની રહી છે. હવે સ્માર્ટ ફોનથી લઈને કાર સુધી, તમામ વસ્તુઓ સ્માર્ટ બની રહી છે. અવનવી સ્માર્ટ વસ્તુઓ વચ્ચે હવે બજારમાં સ્માર્ટ પેન્ટ પણ આવી ગયા છે. અહેવાલોનું માનીએ તો હવે તમારા પેન્ટની ઝિપ ખુલ્લી હશે તો મેસેજ આવશે.
ગેજેટ સાથે સાથે કપડાં પણ સ્માર્ટ બની રહ્યાં છે. પહેલાથી બજારમાં સ્માર્ટ ટી શર્ટ, હેલ્થ મોનિટરથી સજ્જ શૂઝ અને જેક્વાર્ડથી સજ્જ જેકેટ બજારમાં ઉપબલ્ધ છે ત્યારે હવે બજારમાં સ્માર્ટ પેન્ટની એન્ટ્રી થઈ છે.

આજકાલ આ સ્માર્ટ પેન્ટથી ખુબ ચર્ચાઓ થઈ રહી છે. અહેવાલો અનુસાર, આ સ્માર્ટ પેન્ટ પહેરનાર વ્યક્તિની ઝિપ ખુલ્લી હશે તો મોબાઈલ પર નોટીફિકેશન મોકલશે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પેન્ટની ઝિપ ખોલે છે તો મોબાઈલમાં પુશ નોટિફિકેશન મળે છે. આ નોટિફિકેશન બાદ પેન્ટની ઝિપ સરળતાથી બંધ કરી શકાય છે.
If you know me, you know one of my favorite things to do is speedrun product ideas from my friends. One requested "Pants that detect when your fly is down for too long and send you a notification". Currently seeking investors. pic.twitter.com/Mz3IDnCLaG
— Guy Dupont (@gvy_dvpont) May 23, 2023
વીડિયો શેર કરનારા ગાય ડુપોન્ટેએ આ વિશે જણાવ્યુ કે, તેણે આ સ્માર્ટ પેન્ટ તેના મિત્રની વિનંતી પર બનાવ્યું છે. જેને એક એવું પેન્ટ જોઈતું હતું કે તે જાણી શકે કે ઝિપ ક્યારે ખુલ્લી છે. પેન્ટ બનાવનારા ગાય ડુપોન્ટે એક ટ્વિટમાં પેન્ટ બનાવવાની માહિતી આપી છે. તેને તમે વીડિયોમાં જોઈ શકો છો.
જો કે આ પેન્ટની એક નકારાત્મક બાબત એ છે કે તેને અન્ય પેન્ટની જેમ ધોઈ શકાતું નથી. તેમાં સેન્સર લાગેલા છે. આ સેન્સર હંમેશા મોબાઈલ સાથે જોડાયેલ હોવાથી તે વધુ બેટરી પણ વાપરે છે. આ પ્રોજેક્ટ ગાય ડુપોન્ટે તેના મિત્ર માટે બનાવ્યો છે અને તે હાલ ઈન્વેસ્ટરોની શોધમાં છે.












Click it and Unblock the Notifications
