For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફક્ત 19 હજારમાં મળશે iPhone 11, આ રીતે મળશે બેસ્ટ ડીલ

|
Google Oneindia Gujarati News

પ્રિમિયમ કંપની એપલના iPhone પર દરેક યુઝરને પસંત આવે છે. આ સાથે iPhone એક સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ જોવામાં આવે છે. જોકે, iPhoneની કિંમત ઘણી વધારે હોવાને કારણે લોકો ખરીદવામાં ખચકાય છે. જે કારણે તેઓ આઇફોનને માત્ર જોઇને જ ખુશ રહે છે.

જો તમે પણ APPLE ના iPhone ને પોતાનો બનાવવા માંગો છો, તો આ સમાચાર તમારું દિલ ખુશ કરી દેશે. આ અહેવાલમાં આજે આપણે જાણીશું APPLE iPhone પર ધમાકેદાર ડીલ વિશે. ખાસ કરીને ઓનલાઈન શોપિંગ ગ્રાહકો માટે, Apple ડિવાઇસ પરની આ ડીલ અદ્ભુત બનવાની છે.

iphone 11

નોંધનીય છે કે, ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર, APPLE iPhone 11 ખરીદવા પર ગ્રાહકોને બમ્પર ઓફર આપવામાં આવી રહી છે.

ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને સસ્તું ભાવે iPhone 11 ખરીદવાની તક આપી રહ્યું છે. iPhone 11 ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 48,900 રૂપિયા છે, જ્યારે Flipkart એ તેની વેબસાઇટ પર iPhone 11 ની કિંમત 45,999 રૂપિયામાં લિસ્ટ કરી છે. એટલે કે ગ્રાહકોને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવા પર 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આટલું જ નહીં, કંપની પોતાના ગ્રાહકોને બેંક ઓફર્સ પણ આપી રહી છે. જો ગ્રાહકો ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડથી ફોન ખરીદે છે, તો કંપની 5 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ આપશે.

ફ્લિપકાર્ટ પર ગ્રાહકોને બીજી મોટી ડીલ ઓફર કરવામાં આવી રહી છે. આ ડીલ અનુસાર ગ્રાહકો માત્ર ઓનલાઈન ખરીદી કરીને 19,000 રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 11 ખરીદી શકે છે. વાસ્તવમાં કંપની પોતાના ગ્રાહકોને ફોન પર એક્સચેન્જ ઓફર આપી રહી છે.

તમે જૂનો ફોન આપીને નવો iPhone પણ ખરીદી શકો છો. જોકે, આ માટે ફોનની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેશે. એક્સચેન્જ ઓફરમાં, તમે 27,000 રૂપિયા અને તેનાથી ઓછી કિંમતે ફોન ખરીદી શકો છો. એટલે કે, તમે માત્ર 18,999 રૂપિયામાં iPhone 11 ખરીદી શકો છો.

Appleનો iPhone દરેક યુઝર્સના હૃદયને આકર્ષે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે ડિવાઇસ ખરીદવું એટલે મોટી રકમ ખર્ચ કરવી. આવી સ્થિતિમાં, તમે Apple iPhone પર એક બેસ્ટ ડીલ વિશે માહિતી લાવ્યા છો.

English summary
iPhone 11 will be available in only 19000, this way you will get the best deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X