Best Smartphones under 12000 : 12 હજારના બજેટમાં મળશે બેસ્ટ સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ
Best Smartphones under 12000 : જો તમે સ્માર્ટફોન્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, પણ બજેટ ઓછુ હોવાને કારણે ખચકાઇ રહ્યા છે. આવામાં આજે આપણે એવા ત્રણ ફોન વિશે વાત કરીશું, જેની કિંમત 12 હજારથી ઓછી છે. જે સાથે તેમાં બેસ્ટ ફીચર્સ, કેમેરા અને મોટી બેટરી બેકઅપ સાથે આવે છે.
ભારતીય બજારમાં ઓછા બજેટમાં ફીચર્સથી ભરપૂર ઘણા સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જ્યાં તમે 12 હજાર રૂપિયામાં બેસ્ટ સ્માર્ટફોનને પોતાનો બનાવી શકો છો.

Realme C55
Realme C 55 ની ગણતરી સૌથી વધુ સસ્તું સ્માર્ટફોનમાં થાય છે, જ્યાં તમે આ સ્માર્ટફોનને માત્ર રૂપિયા 10,999માં તમારો પોતાનો બનાવી શકો છો.
હવે આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે વાત કરીએ, તો તમને આ સ્માર્ટફોનમાં 6.72 ઈંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે એ જ કિંમતમાં મળશે. Realme C55 સ્માર્ટફોનમાં MediaTek Helio G88 પ્રોસેસર અને 128 GB સ્ટોરેજ સુધીનો સારો સપોર્ટ ઉપલબ્ધ છે.

આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરીએ, તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જે 64 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર સાથે હાજર છે.
Samsung Galaxy M13 5G
બીજી તરફ, જો તમે 12 હજારના બજેટમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Samsung Galaxy M13 5G તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. આ સ્માર્ટફોનમાં 90 Hz રિફ્રેશ રેટ સાથે 6.5-ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે.
Samsung Galaxy M13 5Gના અન્ય ફીચર્સની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે, આ સાથે જ આ સ્માર્ટફોન Android આધારિત સિસ્ટમ 12 સાથે One UI 4 પર કામ કરે છે.

આ સાથે તેમાં ફોટોગ્રાફી માટે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ અને સેલ્ફી માટે 5-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. જ્યારે તેની કિંમત માત્ર 11,999 રૂપિયા છે.
Lava Blaze 5G
Lava Blaze 5G એ ભારતીય બજારમાં સૌથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન છે, જ્યાં તેની કિંમત માત્ર રૂપિયા 10,999 છે. આવી સ્થિતિમાં, જો તમે ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે.
Lava Blaze 5G સ્માર્ટફોનના ફીચર્સ વિશે વાત કરીએ, તો તેમાં 6.5-ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે, જે 90 Hz રિફ્રેશ રેટ સાથે હાજર છે. આ સાથે આ સ્માર્ટફોનમાં સુરક્ષા માટે ફેસ અનલોક અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

Lava Blaze 5G સ્માર્ટફોનમાં પ્રોસેસરની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે ફોટોગ્રાફી માટે તેમાં ત્રણ રિયર કેમેરા છે, જેમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલ છે અને સેલ્ફી માટે ફ્રન્ટ લેન્સ 8 મેગાપિક્સલનો છે.












Click it and Unblock the Notifications
