Microsoft Server Down : શું છે બ્લૂ સ્ક્રીન ઓફ ડેથ? જાણો કેમ તેના કારણે દુનિયાભરમાં લાખો કોમ્પ્યુટર ઠપ્પ થયા?
Microsoft Server Down : દુનિયાની અગ્રણી કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ કંપની માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે દુનિયામાં હંગામાનો માહોલ છે.
માઈક્રોસોફ્ટ વિંડોઝ સિસ્ટમમાં હાલ ઘણા લોકોને બ્લૂ સ્ક્રીન જોવા મળી રહી છે. બ્લૂ સ્ક્રીન ઓફ ડેથ નામે ઓળખાતી આ એરર આવતા જ કોમ્પ્યુટર ઠપ્પ થઈ રહ્યાં છે.

સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ વિંડોઝ યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) નો સામનો કરી રહ્યા છે. જેના કારણે લાખો લોકોના લેપટોપ કે પીસી આપોઆપ બંધ થઈ રહ્યા છે અથવા રીસ્ટાર્ટ થઈ રહ્યા છે.
વિશ્વના ઘણા દેશોમાં, એરલાઇન્સ, મીડિયા, શેર બજારો પણ આના કારણે પ્રભાવિત થઈ રહ્યા છે. શુક્રવાર સવારથી વિન્ડોઝ યુઝર્સનું કામ આ એરરને કારણે ઠપ થઈ ગયું છે. આ સ્થિતિમાં એ જાણવુ જરૂરી છે કે આ બ્લુ સ્ક્રીન શું છે અને તે કેવી રીતે આવે છે?
બ્લુ સ્ક્રીન ઓફ ડેથ શું છે?
આ સમસ્યાને બ્લુ સ્ક્રીન ઓફ ડેથ અથવા બ્લેક સ્ક્રીન એરર બંને નામથી ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ કારણસર વિંડોઝ બંધ અથવા રિસ્ટાર્ટ થાય છે. આ સમસ્યા દરમિયાન યુઝર્સને લેપટોપ કે પીસી પર મેસેજ મળે છે. તેમાં લખ્યું હોચ છે કે તમારા કમ્પ્યુટરને નુકસાનથી બચાવવા માટે વિન્ડોઝ બંધ કરવામાં આવી છે.
આ સમસ્યા અમુક હાર્ડવેર કે સોફ્ટવેરને કારણે થાય છે, પરંતુ શુક્રવારે જે સમસ્યા સામે આવી છે તે વિન્ડોઝની આંતરિક સમસ્યા હોવાનું જણાય છે. જો કે આ માટે અન્ય ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે.
બ્લુ સ્ક્રીન ઓફ ડેથની સમસ્યાના કારણો
સૉફ્ટવેરની સમસ્યામાં હાર્ડવેર નિષ્ફળતાને કારણે બ્લુ સ્ક્રીન ઑફ ડેથનો સામનો કરવો પડી શકે છે. બ્લુ સ્ક્રીન ઓફ ડેથની સમસ્યા રેમ, હાર્ડ ડ્રાઈવ, ગ્રાફિક્સ કાર્ડ અથવા પાવર સપ્લાય યુનિટને કારણે થઈ શકે છે. તે જ સમયે સોફ્ટવેરમાં એપ્લીકેશન, ગેમ્સ અથવા ડ્રાઇવર્સનો સમાવેશ થાય છે, જેના કારણે આ સમસ્યા આવી શકે છે. આ એરર સિસ્ટમ ક્રેશનું કારણ બની શકે છે.
આવી સ્થિતિમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આને ઠીક કરવા માટે Microsoft તરફથી હજુ સુધી કોઈ માર્ગદર્શિકા નથી આવી. જો કે, આ સમસ્યા ઘણી સિસ્ટમોમાં આવી છે અને રિસ્ટાર્ટ કર્યા પછી તે પોતાને ઠીક કરે છે અને વધુ સારી રીતે કાર્ય કરે છે. આ સ્થિતિમાં ફરીથી શરૂ કરવા સિવાય અન્ય કોઈ વસ્તુ સાથે ચેડા ન કરો. CrowdStrike આ સમસ્યા પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં અપડેટ રિલીઝ કરશે.












Click it and Unblock the Notifications
