For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તમારી મરજી મુજબ બનાવો સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

ગુગલની કંપની મોટોરોલાએ એક એવી પરિયોજના શરૂ કરવાની ઘોષણા કરી છે, જે ઉપભોક્તાઓને પોતાની પસંદ પ્રમાણે સ્માર્ટફોન બનાવવાની આઝાદી આપશે. આ પરિયોજનાનું નામ હશે ‘એરા'. જે હેઠળ ઉપભોક્તાને એક ફોન ખરીદવો પડશે, ત્યારબાદ તે પોતાની પસંદગી અને જરૂરિયાત પ્રમાણે બેટરી, સ્ક્રીન, કીબોર્ડ અથવા અન્ય સેંસર જોડી શકશે.

મોટોરોલા આ પરિયોજના માટે ડચ ડિઝાઇનર ડેવ હેકેંસ સાથે કામ કરી રહી છે. હેકેંસે ફોનબ્લોક્સની રચના કીર છે, જે મોડ્યુલર ફોનની પહેલી પરિકલ્પના હતી. પોતાના બ્લોગમાં મોટોરોલાએ કહ્યું કે, કંપની આ પરિયોજના પર છેલ્લા એક વર્ષથી કામ કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે, અમે મોબાઇલના હાર્ડવેર સાથે એજ કરવા માંગીએ છીએ જે એન્ડ્રોઇટે ફોનના સોફ્ટવેર બનાવનારા સાથે કર્યું.

પોતાનો ફોન જાતે બનાવવાની આઝાદી

પોતાનો ફોન જાતે બનાવવાની આઝાદી

કંપનીએ એ પણ દાવો કર્યો છે કે, તે પોતાના ઉપભોક્તાઓને એ વાતની આઝાદી આપવા માગે છે કે, તેઓ નક્કી કરે કે તેમનો ફોન કઇ વસ્તુનો બનેલો હોય, કેવો દેખાતો હોય, કેવી રીતે કામ કરતો હોય અને તે તેનો કેટલા લાંબા સમય સુધી ઉપયોગ કરે.

ફોનના બેઝિક ઢાંચો

ફોનના બેઝિક ઢાંચો

આ પરિયોજનામાં ઉપયોગમાં લેવામાં આવનારા ફોનના બેઝિક ઢાંચાને કંપની એન્ડોસ્કેલેટન કહી રહી છે અને આ ઢાંચો ફોનના તમામ ભાગોને એકસાથે જોડશે.

મોબાઇલ ડેવલોપર્સ કિટની ઇચ્છા

મોબાઇલ ડેવલોપર્સ કિટની ઇચ્છા

મોટોરોલા ટૂંક સમયમાં ડેવલોપર્સને આ ફોનના ભિન્ન ભાગોને બનાવવા માટે આમંત્રિત કરશે. કંપની ટૂંક સમયમાં મોબાઇલ ડેવલોપર્સ કિટ લાવવાની ઇચ્છા રાખે છે.

વિશ્વના અનેક લોકોને ખેંચ્યા

વિશ્વના અનેક લોકોને ખેંચ્યા

મોટોરોલાની આ પરિયોજનામાં સાથી ડચ ડિઝાઇનર હેવ હેકેંસની ઇચ્છા અનુસાર બનાવવામાં આવનારા ફોનની પરિકલપ્નાએ વિશ્વમાં ઘણા લોકોને પોતાની તરફ ખેંચ્યા હતા.

English summary
Motorola wants to let consumers design their own smartphones. The Google owned manufacturer has launched Project Ara to create a free, open and standardised platform to let people pick and choose the components they want in their phones
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X