ફોન ચાર્જ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો સર્જાઈ શકે છે મોટી મુશ્કેલી

ઘણા લોકો ફોન ચાર્જ કરવા જેવી બાબતને સામાન્ય ગણીને વધારે ધ્યાન આપતા નથી. જો તે તમને જાણીને નવાઈ લાગશે કે આમાં પણ ઘણી સમસ્યાઓ થઈ શક છે.

ફોનનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો અને તેમાં પણ ચાર્જ કરતી વખતે ધ્યાન ન રખાય તો ફોનનું આયુષ્ય ઘટાડી શકે છે અને સલામતીના દૃષ્ટિકોણથી જોખમી બની શકે છે.

Right Way To Charge Mobile Phones

ઘણા લોકો પૈસા બચાવવા માટે સસ્તા અથવા નકલી ચાર્જરનો ઉપયોગ કરે છે. આ ચાર્જર્સ ફોનની બેટરીને નુકસાન પહોંચાડે છે અને શોર્ટ સર્કિટનું જોખમ પણ વધારી શકે છે. હંમેશા ફોન સાથે આપેલા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ.

ઘણા લોકો ફોનને પુરી રાત ફોનને ચાર્જ કરે છે. આનાથી ફોનની બેટરી પર વધારાનો તાણ પડે છે, જે બેટરીનું જીવન ઘટાડી શકે છે. ફોન ફુલ ચાર્જ થાય કે તરત જ તેને ચાર્જરમાંથી દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ફોનને બેડ, ઓશીકું અથવા કોઈપણ નરમ સપાટી પર ચાર્જ કરવો જોખમી બની શકે છે. જેના કારણે ફોન ગરમ થઈ શકે છે, જેનાથી આગ લાગવાનું પણ જોખમ રહે છે. ફોનને ચાર્જ કરતી વખતે તેને ઠંડી અને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવો જોઈએ.

ફોન ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી બેટરી પર દબાણ આવે છે અને ફોનની ગરમી વધે છે. આના કારણે બેટરી ફાટવાનું જોખમ પણ હોઈ શકે છે. તેથી ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળો.

પાણી અને વીજળીનો સંપર્ક અત્યંત જોખમી હોઈ શકે છે. તેથી બાથરૂમ અથવા રસોડામાં ફોન ચાર્જ કરવાનું ટાળો. ફોનને હંમેશા સૂકી જગ્યાએ ચાર્જ કરો.

આવી ઘણી નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ફોનની આયુષ્ય વધારવા સિવાય સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકો છો. તમારા ફોનને ચાર્જ કરતી વખતે આવી તમામ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X