For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તમારો સ્માર્ટફોન, તમારા ઘરનું તાળું ખોલશે

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન, સ્માર્ટવોચ પછી હવે સ્માર્ટલોક દ્વારા તમારા ઘરની સુરક્ષા કરવા માટે તૈયાર થઇ જાવ. સ્માર્ટલોકને "August" નામની કંપનીએ બનાવ્યો છે. આ લોક તે જ વ્યક્તિ ખોલી શકે છે જે આ એપ્લીકેશનમાં રજિસ્ટર હોય.

આ લોક માટે ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કામ પતી ગયું તેમ નહીં , તમારે આમાં એક ખાસ કોડ પણ નાંખવો પડશે. જે માત્ર એક જ વ્યક્તિ જનરેટ કરી શકશે.

માની લો કે તમારા ઘરમાં 4 લોકોએ ઓગસ્ટ લોક એપ્લિકેશન ડાઉનલોડ કર્યું પણ તે તમામ આ એપની મદદથી ત્યારે જ લોક ખોલી શકશે જ્યારે તમે આ એપમાં એક ખાસ કોડ નાંખશો.એટલું જ નહીં તમે આ કોડ સાથે ટાઇમર પણ લગાવી શકો છો, જેના કારણે ટાઇમ પૂરો થતા તે વ્યક્તિ જોડે લોક ખોલવાનું એક્સેસ પણ પૂરું થઇ જશે.

કંપની

કંપની

આ સ્માર્ટલોકને "August" નામની કંપનીએ બનાવ્યો છે. જેને સ્માર્ટફોન એપની મદદથી ખોલી કે બંધ કરી શકાય છે.

કિંમત

કિંમત

હાલ આ લોકના બે મોડલ બજારમાં ઉપલબ્ધ છે જેની કિંમત $250 ડૉલર છે.

એક્સેસ

એક્સેસ

સ્માર્ટલોકને ફોનની મદદથી ખોલી શકાય છે. આ માટે તમારે સ્માર્ટલોક એપ ડાઉનલોડ કરવું પડશે. જે ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રીમાં કરી શકાય છે.

કલર

કલર

સ્માર્ટલોકને અલગ અલગ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેથી તમે તમારા દરવાજાના કલરનો સ્માર્ટલોક પસંદ કરી શકો.

 લિડ લાઇટ

લિડ લાઇટ

લોકમાં લિડ લાઇટ લગાવામાં આવી છે જે મૈન્યૂઅલી લોક ઓપન કરતી વખતે તમારી સહાય કરે છે. તેના દ્વારા તમારે લોક કઇ દિશામાં ખોલવો તે બતાવામાં આવ્યું છે.

એક્સેસ

એક્સેસ

લોકને ઓપન કરવાનો એક્સેસ એકથી વધુ લોકોને આપી શકાય છે. એટલે કે તમે ઇચ્છો તો તમારા પરિવારજનો પણ આ લોકનો ઉપયોગ કરી શકે છે

English summary
You can open this lock with an app installed in your smartphone. The lock made by a company called 'August' essentially allows you and anyone you register to open your door with an app.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X