For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કયો ફોન છે સૌથી બેસ્ટ બજેટ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

બેસ્ટ બજેટ સ્માર્ટફોનની વ્યાખ્યા આપવી આજકાલ થોડીક મુશ્કેલ થઇ ગઇ છે. કારણ કે દરેક ફોનમાં હોય છે કોઇને કોઇ ખાસિયત જે બીજા ફોનમાં હોતી નથી.

કોઇનો કેમેરો સારો હોય છે તો કોઇનું પ્રોસેસર. એટલું જ નહીં જ્યારે ત્યારે માર્કેટમાં નવા મોબાઇલો આવતા જ રહે છે. ત્યારે આ બધા ફોનમાંથી સારો બેજેટ સ્માર્ટફોન કયો તે જાણવું મુશ્કેલ થઇ જાય છે.

પણ તમારી સમસ્યાનું નિવારણ લઇને અમે આવ્યા છીએ. અમારા મતે આ ત્રણ ફોન છે સૌથી બેસ્ટ બેજટ સ્માર્ટફોન. શ્યાઓમી રેડમી 2, લિનોવો A6000 અને મોટો E સેકેન્ડ જનરેશન. તો જાતા રહો આ સ્લાઇડર અને જાણો શું છે આ ફોનની ખાસિયત અને કેમ છે તે શ્રેષ્ઠ.

ડિઝાઇન

ડિઝાઇન

રેડમી 1 એસનું નવું વર્ઝન રેડન 2ની સાઇઝ સ્માર્ટફોન તરીકે એકદમ પરફેક્ટ છે. તેમાં 4.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જે લિનોવો એ6000 અને મોટો ઇ2થી મોટી છે. જો તમે સિમ્પલ ડિઝાઇન સ્ક્રીનવાળો ફોન ઇચ્છતા હોવ તો ડિઝાઇન તરીકે શ્યાઓમી રેડમી 2 સરસ છે.

સ્ક્રીન

સ્ક્રીન

4.7 ઇંચની આઇપીએસ સ્ક્રીન 720x1280 રેજ્યૂલેશન સપોર્ટ કરે છે. તેની સ્ક્રીનમાં 312 પિક્સલ પર ઇંચનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તે સિવાય તેનું ગોરિલ્લા ગ્લાસ 2 પ્રોટેક્શન તેને શ્રેષ્ઠ બનાવે છે.

હાર્ડવેર

હાર્ડવેર

ક્વાડ કોર 1.2 ગિગ ક્વોલકોમ S410 SoC પ્રોસેસર ફોન તમને મોટી ગેમને રન કરવામાં સહાયક થશે. સાથે જ ડ્યૂલ સિમ, 2જી, 3જી અને 4જી બેન્ડ 3 સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં 2,200 એમએએચ બેટરી લગાવામાં આવી છે જે પૂરા એક દિવસનો બેટરી બેકઅપ આપે છે. ફોનની બીજી એક ખાસ વાત એ છે કે ઓટીજી ડિવાઇઝ સપોર્ટ કરે છે એટલે કે તમે ઓટીજી કેબલની મદદથી તેને સીધા પેન ડ્રાઇવ સાથે લગાવી શકો છો.

ઓપરેટિંગ સિસ્ટમ

ઓપરેટિંગ સિસ્ટમ

શ્યાઓમીમાં એન્ડ્રોઇડ 4.4 કિટકેટની સાથે MIUI 6 ઇન્ટફેઝ પણ છે, જે એન્ડ્રોઇડ લોલીપોપની જેમ સ્મૂધ તો નથી પણ તેમ છતાં તમને કસ્ટમાઇજેશનના અનેક ઓપ્શન મળી જશે. જો કે આમાં ક્યારે લોલીપોપ અપડેટ કરાશે તેની કોઇ ગેરંટી નથી.

કેમેરા

કેમેરા

રેડમી 2માં 2 મેગાપિક્સલ ફન્ટ્ર કેમેરા અને 8 મેગાપિક્સલ રિયર વ્યૂ કેમેરા ફ્લેસ સાથે આવે છે. જેમાં એચડીઆર અને બીએસઆઈ સેન્સર સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. જેથી ઓછા પ્રકાશમાં પણ બ્રાઇટ ફોટો પડી શકે.

કિંમત

કિંમત

8,599 રૂપિયામાં મળતો રેડમી 2ને આજ રેન્જમાં મળતા કોઇ બીજા સ્માર્ટફોન સાથે કમ્પેર કરો તો રેડમી 2માં વધારે ફીચર અને પાવરફુલ હાર્ડવેર બન્ને મળશે. જો તમે આ રેન્જની ઉપર જવા ના માંગતા હોવ તો રેડમી 2 તમારા માટે છે બેસ્ટ.

લિનોવો A6000 ડિઝાઇન

લિનોવો A6000 ડિઝાઇન

લિનોવો A6000ની ડિઝાઇન સારી એવી બોરિંગ છે. આ ફોનની ડિઝાઇન તેનો માઇનસ પોઇન્ટ છે. તેમાં 5 ઇંચની સ્ક્રીન છે પણ તેને પકડવું સરળ છે અને તેનું વજન પણ આ સિરિઝના અન્ય ફોન કરતા ઓછું છે.

લિનોવો A6000 સ્ક્રીન

લિનોવો A6000 સ્ક્રીન

રેડમી 2ની સામે લિનોવો A6000ની સ્ક્રીન વધુ શાર્પ છે અને તેમાં વધુ સ્ક્રીન પિક્સલ પણ છે. પણ તેમાં ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન નથી.

લિનોવો A6000 હાર્ડવેર

લિનોવો A6000 હાર્ડવેર

64 બિટ સ્નૈપડ્રેગન 410 એસઓસી પ્રોસેસર સાથે લિનોવો આ રેન્જના બીજા ફોન કરતા પાવરફૂલ રીતે અલગ તરી આપે છે.વળી ડ્યૂઅલ સીમ અને મલ્ટીટાસ્કિંગ બ્રીઝની મદદથી તમે તેમાં એક સમયે આરામથી અલગ અલગ એપ રન કરી શકો છો. 2,300 એમએએચ બેટરીને યુઝર નીકાળી પણ શકે છે. અને તે એક વાર ચાર્જ થયા પછી આખો દિવસ બેટરી બેકઅપ આપે છે.

કિંમત

કિંમત

લિનોવો A6000ને હાલ ફિલ્પકાર્ટ નીકાળી દેવામાં આવ્યો છે અને તેની જગ્યા A7000 આવ્યો છે. પણ તેમ છતાં તમે જો ડિઝાઇન સારી ના હોય તો પણ હાર્ડવેર સારું હોય તેવો સસ્તો ફોન લેવા માંગતા હોવ લિનોવો A6000 સારો ઓપ્શન છે.

English summary
If you're looking for cheap mobile phones or the best budget smartphone then you've come to the right place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X