શા માટે ખરીદવો જોઇએ નોકિયા લૂમિયા 1020?
નોકિયાએ કાલે પોતાના દમદાર 41 મેગાપિક્સલ કેમેરાવાળા વિન્ડોઝ સ્માર્ટફોન લૂમિયા 1020 લોન્ચ રજૂ કરવામાં આવ્યો, જે 11 ઓક્ટોબરથી ભારતીય રીટેલ સ્ટોરમાં ઉપલબ્ધ થઇ જશે. ઇન્ડિયન માર્કેટમાં લૂમિયા 1020 સ્માર્ટફોન 47,000 રૂપિયાથી લઇને 48,000 રૂપિયા વચ્ચે મળશે. નોકિયા ઇન્ડિયાના પ્રબંધ નિદેશક પી બાલાજી અનુસાર લૂમિયા 1020ને ભારતીય બજારમાં તેમની સ્થિતિ વધુ મજબૂત થશે.
લૂમિયા 1020ને મેળવીને નોકિયા હજુ સુધી લૂમિયા સીરીઝ હેઠળ 13 મોડલ બજારમાં ઉતારી ચૂકી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 40 હજાર રૂપિયામાં નોકિયા 1020માં ખરીદવું સાચો સોદો હશે. આજે અમે લૂમિયા 1020માં આપવામાં આવેલા ફીચર્સ અંગે જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી જાણીએ શું ખાસ છે આ ફોનમાં.

કેમેરા ફીચર
હેન્ડસેટના કેમેરામાં એક ખાસ ફીચર આપવામાં આવ્યુ છે, જેને જો તમે એડિટિંગ જેવા કામ કરવા માટે ફોટો ક્લિક કરવા છે તો તેના માટે 48 મેગા પિક્સલ ક્વાલિટી સિલેક્ટ કરી શખે છે, પરંતુ તમારે તમારી ફોટો શેર કરવી છે, તો તેના માટે 5 મેગા પિક્સલના ફોટોને સિલેક્ટ કરી શકો છો.

41 મેગા પિક્સલ કેમેરા
લૂમિયા 1020ના કેમેરામાં જિનાન ફ્લેશ આપવામાં આવ્યો છે, જે 41 મેગા પિક્સલ કેમેરામાં રાત્રે પણ સારી તસવીર ખેંચવામાં મદદ કરી શકે છે.

ફોન સ્ક્રીન
ફોનમાં આપવામાં આવેલી સ્ક્રીન 1280x768 રિઝોલ્યુશન સપોર્ટ કરે છે, તેની સાઇઝ 4.5 ઇન્ચ છે, જે સુપર સેન્સિટિવ ટેક્નિકની મદદથી ફાસ્ટ ટચ રિસ્પોન્સ આપે છે.

ગોરિલા ગ્લાસ ફીચર
સ્ક્રીનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 લાગલે છે, જે બહારની તેજ રોશનીમાં પણ તમને સાફ વ્યૂ આપી શકે છે. લૂમિયા 1020ની સ્ક્રીનમાં 334 પીપીઆઇ ડેંસિટી આપવામાં આવી છે, તેમ છતાં આઇફોન 5ની સ્ક્રીન ડેંસિટી 326 પીપીઆઇ છે.

ક્વાલકોમ પ્રોસેસર
1020માં ડ્યૂએલ કોર 1.5 ગીગાહર્ટ ક્વોલકોમ સ્નેપડ્રેગન એસ 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે, સાથે 2 જીબી રેમ અને 32 જીબી મેમરી કેપેસિટી આપવામાં આવી છે, આ સાથે નોકિયા 7 જીબીના ક્લાઉડ સ્ટોરેજ પણ ફ્રી આફી રહ્યાં છે.

બેટરી પાવર
ફોનમાં 2000 એમએએચ બેટરી લાગેલી છે, જે 19.1 કલાકના ટોક ટાઇમ અને 3જીમાં 13 કલાકનો ટોક ટાઇમ આપે છે. આ ઉપરાંત તેમાં વાયરલેસ ચાર્જિંગ સુવિધા આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
