For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્યુલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન યોટા ફોન

|
Google Oneindia Gujarati News

રશિયાની મોબાઇલ મેન્યુફેક્ચર કંપની યોટાએ એક એવો ફોન બનાવ્યો છે, જેમાં ડ્યુલ સ્ક્રીન આપવામાં આવી છે, એટલે કે એક સ્ક્રીન પાછળ અને એક સ્ક્રીન આગળ. કંપની અનુસાર યોટા પોતાના નવા ડ્યુલ સ્ક્રીનવાળા સ્માર્ટફોનને 4 ડિસેમ્બર સુધીમાં બજારમાં લોન્ચ કરશે. વિશ્વ મોબાઇલ બજારમાં ક્રિસમસની આસપાસ આ સ્માર્ટફોન બજારમાં ઉતારવામાં આવશે.

નોંધનીય છે કે, વિશ્વ સમક્ષ આ ફોનને લોન્ચ કરતા પહેલા કંપની પોતાના આ ડ્યુલ સ્ક્રીન ફોનને રશિયન માર્કેટમાં વેચાણ અર્થે ઉતરાશે અને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ ડ્યુલ સ્ક્રીન સ્માર્ટફોનમાં શું વિશેષતાઓ કંપની દ્વારા આપવામાં આવી છે.

સ્ક્રીન

સ્ક્રીન

યોટાફોનમાં 4.3 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જે 1280x720 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. બીજી તરફ પણ 4.3 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે 640x360 પિક્સલને સપોર્ટ કરે છે. ફોનની સ્ક્રીનમાં ઇ ઇંક પેનલની મદદથી તમે આ તેનો ઇ રીડરની જેમ પ્રયોગ કરી શકો છો. કિંડલ અને કોબો ઇ બુક રીડરમાં ઇ ઇંક સ્ક્રીનનો જ પ્રયોગ કરવામાં આવ્યોછે. સ્ક્રીનની વિશેષતા છે કે ઓફ સ્ક્રીનમાં મેસેજ, કોલ, મોસમ ઉપરાંત રિમાઇંડર જેવા અનેક ફીચર આપવામાં આવ્યા છે.

ઓએસ

ઓએસ

યોટાફોનમાં એડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે, સાથે જ 1800 એમએએચની બેટરી ઇનબિલ્ડ છે.

કેમેરા

કેમેરા

ફોટોકેપ્ચરિંગ માટે યોટાફોનમાં 13 મેગા પિક્સલનો કેમેરા અને લિડ ફ્લેશ લાઇટ સપોર્ટ છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી ફીચર પર નજર ફેરવીએ તો યોટાફોનમાં 2જી, 3જી, વાઇફાઇ ઉપરાંત 4.0 બ્લુટૂથ સપોર્ટ આપવામાં આવ્યું છે.

ગેશ્ચર સેટિંગ

ગેશ્ચર સેટિંગ

ફોનમાં પહેલાથી ઇંસ્ટોલ અનેક ગેશ્ચર સેટિંગ અને પુટ2બેક એપ્લિકેશન આપવામાં આવી છે.

English summary
yotaphone with front rear screen coming on dec 4 news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X