20 ટકા લોકો અંડરવેરને ધોયા વગર 2 વખત પહેરે છે, રિસર્ચમાં ચૌકાવનારો ખુલાસો
આજકાલ ગરમીમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવુ પહે છે. ગરમીમાં અંડરવેર સાફ અને કમ્ફર્ટ હોય તે ખુબ જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા લોકો આ વાત પર બિલકુલ ધ્યાન નથી આપતા.
મોટાભાગના લોકો ખાવા-પીવાથી લઈને કપડાં પહેરવા સુધી સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી. આજે અમે તમને અંડરવેરથી સંબંધિત સ્વચ્છતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.

ભારતમાં સ્વચ્છતા એક મોટી સમસ્યા છે. દુકાનદારો અને સામાન્ય લોકો પણ ઘણીવાર સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી. કપડાં અને અંડરગારમેન્ટની વાત આવે ત્યારે પણ ઘણા લોકો સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી.
તમે જાણો છો કે દર 5માંથી 1 વ્યક્તિ એવો છે જે અંડરવેરને બે વાર પહેર્યા પછી જ ધોવે છે. આ વાત સાચી છે અને આ એક રિસર્ચમાં ખુલાસો થયો છે.
ઓનલાઈન ક્લોથિંગ રિટેલરે લોકો તેમના અંડરવેર કેટલી વાર ધોવે છે તેના પર સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનનું પરિણામ ખૂબ જ ચોંકાવનારું હતું. સંશોધન દર્શાવે છે કે લોકો અન્ડરવેરને ધોતા પહેલા ઓછામાં ઓછા બે વાર પહેરવાનું પસંદ કરે છે.
રિસર્ચ અનુસાર, સતત ગંદા અન્ડરવેર પહેરવાના મામલામાં પુરૂષો મહિલાઓ કરતા આગળ છે. ઓછામાં ઓછા 31% લોકોએ સ્વીકાર્યું કે તેઓ એક જ અન્ડરવેરને ધોતા પહેલા બે કરતા વધુ વખત પહેરે છે.
જણાવી દઈએ કે, ઇનરવેરના મામલામાં 10% મહિલાઓ એ પણ સ્વીકારે છે કે તેઓ એક ઇનરવેર બે વાર પહેરે છે. આ સિવાય કેટલાક પુરુષોએ તો એ પણ કબૂલ્યું હતું કે કેટલીકવાર તેઓ તેનો વધુ ઉપયોગ કરવા માટે તેમના અન્ડરવેરને અંદરથી ફેરવી નાંખે છે.
જો કે, સ્ત્રીઓએ સ્વીકાર્યું કે તેઓ બ્રાને બદલ્યા વિના ઘણા દિવસો સુધી અન્ડરવેર કરતાં વધુ વખત પહેરે છે. મહિલાઓએ કહ્યું કે તેઓ બ્રાને ધોયા વગર 5 દિવસથી વધુ સમય સુધી પહેરી શકે છે.












Click it and Unblock the Notifications
